ઉનાળાની ગરમીમાં તડકો ખૂબ હોય છે. ત્યારે દરેક વ્યક્તિને અવનવા કુલર્સ પીવાની ઈચ્છા થતી હોય છે. ત્યારે પ્રેશ્ન એ થાય કે નવા ઠંડા પીણાં ક્યાં બનવા ? જેથી પરિવારજનોને મજા આવે અને તે કહે વાહ-વાહ ઠંડક થઈ ગઈ છે. ત્યારે આજે એક એવું મસ્ત ઠંડુ પીણાની રેસિપી આપને સાથે શેર કરીએ છીએ. જેથી અવશ્ય આપને મજા આવશે.
મુખ્ય સામગ્રી :-
- ૨ ટીસ્પૂન તખમરિયા
- ૨ ટીસ્પૂન ખસ સરબત
- ૨ કેવડાં પાણી
- ૨ લીંબુનો રસ
- ૨ બોટલ સોડા
- ૮-૧૦ બરફના ટુકડા
આ સરબત બનાવા માટેની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં તખમરિયાને લઈ તેને ૧/૨ કપ પાણીમાં પલાડી લ્યો અને તેને ૧ કલાક માટે તેને પલાડી અને પાણી નિતારી લ્યો અને તે બાઉલને સાઇડમાં મૂકી દ્યો.
ત્યારબાદ એક સીપરમાં ખસનું સરબત,કેવડાં પાણી,લીંબુનો રસ,તેમજ ૫-૬ બરફના ટુકડા નાખી તેને બરાબર હલાવો.
આ થયા બાદ આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો અને તેમાં સોડા ઉમેરો અને અંતે તેમાં પહેલાં સુકવેલા તખમરિયાને નાખો.
તો તૈયાર છે એકદમ આઇસ કોલ્ડ ઉનાળામાં ખૂબ ઠંડક આપતી તખમરિયામાથી એક વાનગી.