આપણે ઘરે સૌથી વધુ બટેકાનું, સેવ ટામેટાંનું, રીંગણાંનું વગેરે જેવુ જ બપોરે જમવામાં સાક બનાવતા હોય છી. પણ શું તમે કોઈ દિવસ કઇંક અલગ સાક બનવાની ટ્રાય કરી….? નહીં ને….! તો આજે ઘરે બનાવો આ ટેસ્ટી લીલી હળદળનું સાક…

સામગ્રી :

  • 350 ગ્રામ લીલી હળદર
  • 300 ગ્રામ કાંદાની પેસ્ટ
  • 250 ગ્રામ લસણ
  • 300 ગ્રામ ટમેટાની પ્યુરી
  • 200 ગ્રામ ઘી
  • 300 ગ્રામ દહીં
  • 20 ગ્રામ આદુંનું છીણ
  • ૨૫ ગ્રામ મરચાની પેસ્ટ
  • 30 ગ્રામ લીલા વટાણા
  • ૧  કોથમીર
  • ૩૦૦ ગ્રામ ગોળ
  • મીઠું-મરચું સ્વાદ પ્રમાણે
  • બનાવવાની રીત :

    સૌપ્રથમ ગરમ ઘીમાં ધીમા તાપે હળદરને લાલાશ પડતી તળી લેવી
  • ત્યારબાદ એ જ ઘીમાં લસણ ઉમેરી સાંતળવું. અને લસણ સંતળાઈ જાય એટલે એમાં કાંદાની પેસ્ટ સાંતળવી.
  • પછી એમાં ટમૅટો પ્યુરી મિક્સ કરી લચકા પડતું થાય એટલે એમાં આદુંનું છીણ નાખી મિક્સ કરવું.
  • હવે એમાં લીલા મરચાની પેસ્ટ ઉમેરી એમાં મીઠું, લાલ મરચું પાઉડર, ગોળ, વટાણા, લીલી હળદર મિક્સ કરી લેવાં.
  • અને સૌથી છેલ્લે એમાં દહીં ઉમેરી મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.