તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની જાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર.
તમે ઘણા દેવી દેવતાઓના મંદિર જોયા હશે..પરંતુ આજે તમને દેડકા મંદિર વિષે જણાવીશું. જી હા, દેડકાનું મંદિર. ભારતનું એક માત્ર દેડકાનું દેડકાનું મંદિર ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લના ઓયલ કસ્બામાં આવેલું છે. કહેવાય છે કે આ મંદિર 200 વર્ષ જૂનું છે. એવું માનવામાં આવે છે કે દુષ્કાળ અને કુદરતી હોનારતથી બચવા માટે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
ચાહમાન વંશના રાજા બખ્શ સિંહને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરની પરિકલ્પના કપિલના એક મહાન તાંત્રિકએ કરી છે. આ મંદિરની રચના ખુબ જ વિશેષ છે તેથી જ તે બધાનું મન મોહી લે છે. આ મંદિરમાં દિવાળી અને શિવરાત્રીના તહેવારે મોટી સંખ્યામાં જનમેદની આવે છે. લખીમપુરથી ઓયલ 11 કિમી દુર છે. મંદિર સુધી પહોંચવાની વ્યવ્યસ્થા પણ ખુબ જ સારી કરવામાં આવી છે. આ મંદિર પર તહેવારોએ મોટી સંખ્યામાં ભક્તો આવે છે.