આજ કાલ કેપ્રી તેમજ હાફ ક્રેઝ વધી રહ્યો છે તો તમે પણ હાફ પેન્ટ તો પહેર્યા હશે પરંતુ આ પેન્ટ સાડા ત્રણ લાખનું છે. તમને ચોક્કસ વિચાર આવતો હશે કે પેન્ટ જેવી સામાન્ય વસ્તુની કિંમત, આટલી વધુ કેમ હોઇ શકે? પરંતુ આ સામાન્ય હાફ પેન્ટ નથી પરંતુ એડોલ્ફ હિટલરનું પેન્ટ છે જેની બોલી લગાડવામાં આવી હતી અમેરિકામાં યોજયેલ ઓક્શન દરમ્યાન જર્મન તાનાશાહ એડોલ્ફ હિટલરે આ પેન્ટ પહેર્યુ હતું. ભારતીય કિંમતમાં જેની રકમ ૩,૧૮,૯૨૫ રુપિયા થાય છે જો આટલા મોંઘા હાફ પેન્ટ તમને કોઇ બજારમાં ભાવ કહે તો તમે ચોક્કસ ઇનકાર કરશો પરંતુ આ પેન્ટ હિટલરનું છે. વર્ષ ૧૯૩૮માં હિટલર ઓસ્ટ્રેલિયાના પાર્ક હોટલ ગ્રેજમાં રોકાણો હતો ત્યાર આ હાફ પેન્ટ તેણે ત્યાજ છોડી દીધુ હતું. પાર્ક હોટલ ગ્રેજના માલિકના ગ્રાંડસને જણાવ્યું હતું કે ૧૯૩૮ મે ૩ થી ૪ એપ્રિલ વચ્ચે હિટલર હોટલમાં રોકાયા હતા. અમેરિકાના એલેકઝેંડર હિસ્ટોરિકલ ઓક્શન પ્રમાણે સફેદ રંગની રેખા વાડા આ શોર્ટ્સની લંબાઇ ૧૯ ઇંચની છે. જેની કમર ૩૯ ઇંચની છે. હિટલરની આત્મકથા મેન કેમ્ફના દુર્લભ હસ્તાક્ષરમાં આજે પણ મોજુદ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.