ભૂતપ્રેત જેવું કશુ હોતુ નથી તેવું અનેક લોકો કહેતા હોય છે પરંતુ કેટલાય લોકો એવા છે જેમને ભુતપ્રેતનો અહેસાસ થયો હોય. ગુજરાતના સુરત શહેરમાં ડુમસનો બીચ આવેલો છે જ્યાં જનાર દરેક વ્યક્તિને ભુતનો અહેસાસ થાય છે.
એક સમયે આ બીચ બળતો દરિયો તરીકે પ્રખ્યાત રહ્યો હતો તેથી આ સ્થળને હોન્ટેડ પ્લેસમાં જોડવામાં આવ્યું છે.
અહીં આવનારા લોકોને જાતજાતના અનુભવો થયા છે. સાંજ પડતા જ આ સ્થળ સૂમસાન બની જાય છે. વાસ્તવમાં આ બીચનો ઉપયોગ હિન્દુઓના શવને બાળવા માટે થતો હતો. માટે પર્યટકોને અજીબ અજીબ અવાજો અહીં સંભળાય છે પરંતુ કોઇ દેખાતુ નથી. પરંતુ આ સ્થળ હરવા ફરવા માટે આર્કષણનું કેન્દ્ર છે. થોડા સમય પહેલા જ સફેદને બદલે બીચ પર કાળી રેતી દેખાવાના કારણ આ બીચ ચર્ચામાં આવ્યો હતો.