દુનિયામાં એક રેસ્ટોરન્ટ એવું પણ છે જ્યાં ટેબલ, ખુરશીથી લઇને ખાવાની ડીશ પણ બરફની બનેલી છે.જ્યાં ચોતરફ બરફ જ છવાયેલો હોય છે. આ બરફની હોટલ ચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ નામથી ઓળખવામાં આવે છે.
ચિલ આઉટ માઇનસ ૬ આઇસ લાઉઝ શ્રોફ ગ્રુપે ૨૦૦૭માં બનાવી હતી. ૨૦૧૪ના વર્ષમાં આ હોટલમાં થોડો સુધારો કરવામાં આવ્યો હતો. આ હોટલ રંગીન બનાવવા માટે ખાસ પ્રકારની વિવિધતા ધરાવતી રંગબેરંગીથી લાઇટિંગ કરવામાં આવે છે.
દુબઇના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમનનું એક આઇસ પોટ્રેટ બનાવવામાં આવ્યું છે. ૨૪૦૦ વર્ગફૂટમાં બનેલા આ ક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.
પ્રથમ વિભાગમાં લાંબી અને લાઉઝ એરિયા, બીજો વિભાગ બફર ઝોન અને ત્રીજો વિભાગ ડાઇનિંગ એરિયા, હોટલમાં આવનરા વ્યક્તિને થર્મલ ગિયર આપવામાં આવે છે જેમાં એક ભારે જેકેટ, ઉનના કપડાં અને ચંપલની એક જોડ હોય છે. આ કપડાં પહેર્યા પછી વ્યક્તિને માઇનસ ૬ ડિગ્રી તાપમાને ઠંડી લાગતી નથી. હોટલમાં આવનાર વ્યક્તિને શરૂઆતની બે-ત્રણ મિનિટ ઠંડીનો અનુભવ થાય છે જેનાથી તેમનું શરીર હોટલની ઠંડી સહન કરી શકે છે. બફર ઝોનનું તાપમાન પ ડિગ્રી હોય છે
બાળકોને ચા, કોફી અને હોટ ચોકલેટ ફ્રી આપવામાં આવે છે. હોટલમાં સેન્ડવીચ, સુપ, કોલ્ડ કટ્સ, પનીર, જ્યુસ, આઇસ્ક્રીમ અને મોકટેલ્સ પણ સર્વ કરવામાં આવે છે. એક સાથે ૪૦ મહેમાન ભોજન કરવા માટે બેસી શકે છે. કપલને બેસવા માટેની વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે. અહીંયા ૪ વર્ષ સુધીના બાળકોની એન્ટ્રી ફ્રી છે. પ વર્ષથી મોટા બાળકો અને તેના કરતાં વધારે ઉંમરના વ્યક્તિઓને એન્ટ્રી ટિકિટ લેવાની હોય છે.
આ હોટલમાં એક વર્ષ કરતાં નાના બાળકને લાવવાની મનાઇ નથી. પરંતુ બાળકનું શરીર આટલું ઓછું તાપમાન સહન કરી ના શકે. આ હોટલ શનિવારથી બુધવાર સુધી સવારના ૧૦ થી રાતના ૧૦ સુધી ખુલ્લી રહે છે. અન્ય દિવસોમાં રાતના ૧૨ વાગ્યા સુધી ખુલ્લી રહે છે.