5 જૂન પર્યાવરણ દિવસ, ચાલો આજે આપણે એવા વૃક્ષની વાત કરીએ કે જે 35 ફૂટ ઘેરાવો ધરાવો ધરાવે છે.આ એક વિશિષ્ટ વૃક્ષ છે. જેને લોકો રૂખડો કે ગોરખ આંબલા તરીકે ઓળખે છે. આ ઝાડ 300 વર્ષથી પણ વધુ જૂનું મનાય છે. જેને વન વિભાગે હેરિટેજ વૃક્ષ જાહેર કર્યું છે. જે સાબરકાંઠાના વિજયનગરના પોળોના જંગલમાં ચિતરિયા પાલ પાસે આવેલું છે. તેની ઊંચાઇ 18.56 મીટર છે. થડની જાડાઇ 10.45 મીટર એટલે કે 35 ફૂટ જેટલી છે અને વૃક્ષનો ફેલાવો શાખાઓ સહિત 18 થી 19 મીટર એટલે કે 58થી 61 ફૂટ જેટલો છે.
થડની જાડાઇ અને શાખાઓના વિસ્તારને કારણે આ વૃક્ષનો વિશાળ વૃક્ષમાં સમાવેશ થયો છે. પાલ જાગીરીમાં રાઠોડ કુલગાડી ઉપર આવ્યા અને જાગીરીની સ્થાપના ઈ.સ.1515માં અખાત્રીજના શુભ દિને થઇ તે પૂર્વેનું આ ઝાડ મનાય છે. જે પહોળાઈની દ્રષ્ટીએ ગુજરાતમાં કબીરવડ પછી બીજા નંબરનું છે. કબીરવડ તેની વડવાઈઓના કારણે પહોળો છે. આ ઝાડનું ફળ નિઃસંતાન મહિલાઓને સંતાન આપનારું હોવાની શ્રદ્ધા સ્થાનિકોમાં છે.
ઝાડની વિશેષતા:-
300 વર્ષ પ્રાચીન ઝાડ.18.56 મીટર ઊંચું છે આ વૃક્ષ.10.45 મીટર થડની જાડાઇ.18.00 મીટર ઘેરાવો છે.1000 વર્ષનું આયુષ્ય છે