ચટણી તો આપણે જાત-જાતની બનાવતા હોય છીએ પરંતુ જો તમારી ઘરે કોઇ ગેસ્ટ આવ્યા હોય અને તમે તેમને આંબળા-બીટની ચટણી સર્વ કરો તો તેઓ ખુશ થઇ જશે. કારણ કે તમારી આંબળા બીટની ચટણી એટલી સ્વાદિષ્ટ બનવાની છે કે એક વખત બનાવ્યા બાદ તમે વારંવાર બનાવશો તો ચાલો તમે પણ નોંધી લો. આંબળા બીટની ચટણી બનાવવાની રીત.
- સામગ્રી :
-તેલ – ૧ ચમચો, નંગ
-બટાકા – ૨-૩ નંગ,
-બીટ – ૩-૪ નંગ, આંબળાંનું છીણ – ૫ નંગ
-આમચૂર – અડધી ચમચી
-કોર્નફ્લોર – ૨ ચમચા, મીઠું – સ્વાદ મુજબ
- રીત :
બટાકાને બાફીને મેશ કરી લો. એ જ રીતે બીટને બાફી, છોલીને મેશ કરી લો. હવે એક કડાઇમાં તેલ ગરમ કરી તેમાં બીટ, મરચું, આમચૂર, લીંબુનો રસ સારી રીતે મિક્સ કરો. હવે મેશ કરેલા બટાકા, આંબળાંનું છીણ, કોર્નફ્લોરને તેમાં નાખી મિક્સ કરી ઠંડું થવા દો. તે પછી ફ્રીઝમાં મૂકી દો. એક કલાક પછી ફ્રીઝમાંથી કાઢી તેમાંથી એક સરખા ભાગ લઇ ટિક્કી બનાવો અને કોર્નફ્લોરમાં રગદોળો. એક પેનમાં તેલ ગરમ કરી, ટિક્કીને બંને બાજુએ બદામી રંગની શેકી લીલી ચટણી સાથે સર્વ કરો.