એપ્રિલ-મે માસ દરમિયાન માર્કેટ વોલેટાઈલ ઝોનમાં હોતા છતાં ડીજીટલ કરન્સી એકસી ઈન્ફીનીટીએ રોકાણકારોને માલામાલ કરી દીધા

વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે.  શ્રેષ્ઠ વળતરની અપેક્ષાએ રોકાણકારો ઝડપથી ડિજિટલ કરન્સી તરફ વળ્યા છે. જો કે આ અપેક્ષા પુરી કરતા ક્રીપ્ટોએ રોકાણકારોને માલામાલ પણ કરી દિધા છે. માત્ર એક જ વર્ષના ગાળામાં આ ક્રીપ્ટો કરન્સીએ 5, 10, 50 કે 100 ટકા નહીં પણ 50 હજાર ટકાનું વળતર આપ્યું છે. એટલે કે રોકાણના 50 હજાર ગણો ફાયદો કરાવ્યો છે.

નોંધનીય છે કે, એપ્રિલ-મે મહિનામાં બજારની અસ્થિરતા હોવા છતાં, કેટલાક અલ્ટકોઇન્સે રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે. જે છેલ્લા એક વર્ષમાં સરેરાશ 50,000 ટકા જેટલું છે. મોટો ફાયદો કરાવનાર, રોકાણકારોને ચાંદી… ચાંદી… કરાવનાર આ ક્રિપ્ટો કરન્સી ઇથેરિયમ આધારિત ગેમિંગ ટોકન એક્સી ઇન્ફિનિટી છે. જેને 48,380 ટકાથી વધુનો વધારો કર્યો છે. જેણે ખૂબ ટૂંકા ગાળામાં ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા જેવા વિકાસશીલ દેશોના લાખો વપરાશકર્તાઓને આકર્ષયા છે.

ડોગેકોઇન, જે ક્રિપ્ટોકરન્સીમાં સટ્ટા માટે બનાવવામાં આવ્યું હતું. જે છેલ્લા એક વર્ષમાં 8,300 ટકા જેટલું વધી ગયું છે. આ અંગે ટેસ્લાના બોસ એલન મસ્કએ કહ્યું કે તેઓ તેના વિકાસકર્તાઓ સાથે કામ કરી રહ્યા છે. બ્લોકચેન પેમેન્ટ નેટવર્ક ટેરાના લ્યુના સિક્કા, જે ડોલર-પેગ્ડ સ્ટેબલકોઇન્સને પાવર પ્રાઇસ-સ્ટેબલ ગ્લોબલ પેમેન્ટ સિસ્ટમ્સમાં વાપરે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં લગભગ 6,000 ટકાનો વધારો થયો છે.

સિનેસ્વિચ કુબેરના નાયરે આ અંગે જણાવ્યું કે બિન-ફંગિબલ ટોકન્સ માટે તાજેતરના ક્રેઝે આ બીટકોઈન સહિતની ક્રિપ્ટો કરન્સીના સિક્કાઓને વધુ મુખ્ય પ્રવાહના બજારમાં લાવ્યા છે. આ ડિજિટલ કોઈનમાં આગામી દિવસોમાં સતત ઉછાળો થતો રહે તેવી શકયતા છે. અને રોકાણકારો સારી સ્થિતિમાં રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.