વૃક્ષો આપણી અમૂલ્ય સંપતિ છે જે એક નહિ પણ અનેક રીતે દરેકને ઉપયોગી બને છે. પરંતુ વૃક્ષોની એક બાબતને તમે સેંકડોવાર જોઈ હશે પરંતુ તમે એ વાતથી અજાણ જ હશો તો ચાલો જાણીએ: શું તમે ક્યારેય વિચાર્યું કે વૃક્ષો પર કે હમેશા લાલ અને સફેદ પટ્ટા જ શું કામ કરવામાં આવે છે. એ બન્ને રંગ સિવાઈ કેમ બીજો કોઈ રંગ કરવામાં આવતો નથી ચાલો જાણીએ તે પાછળની હકીકત.

વૃક્ષના થડને રંગથી મળે છે રક્ષણ

ઝાડના નીચેના ભાગમાં કલર કરવાની પદ્ધતિ ખૂબ જ જૂની છે. લીલોતરીવાળા ઝાડને વધુ શક્તિ મળે તેના માટે આવું કરવામાં આવતું હોય છે. વૃક્ષ મોટું થાય એટલે તેના થડમાં તિરાડો પડે છે અને તેની છાલ નીકળવા લાગે છે. જેનાથી વૃક્ષ નબળું પડતું હોય છે. ત્યારે ઝાડને મજબૂત કરવા માટે સફેદ અને લાલ રંગના પટ્ટા મારવામાં આવે છે.

વૃક્ષને કલર થવાથી જીવતો થતી નથી:

Screenshot 6 7

ઝાડના થડને તેમાં જીવત થતી નથી અને થડને રક્ષણ પણ મળે છે. કેટલાક સ્થળો પર ઝાડને કલર કરવા માટે માત્ર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઘણી જગ્યાએ લાલ અને વાદળી રંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. થડને રંગરોગાન કરવાથી એ વાત સાબિત થાય છે કે વન વિભાગ વૃક્ષની જાળવણી માટે સજાગ છે. અને આ વૃક્ષોને કાપવામાં આવતા નથી.

રાત્રીના સમયે રસ્તાની ઓળખ માટે કરાય છે વૃક્ષને રંગ

રાષ્ટ્રીય રસ્તાની આજુ-બાજુ લગાવેલા ઝાડને સફેદ કલરથી રંગવામાં આવે છે. જેથી રાતના અંધારામાં પણ તેની ચમકથી વાહન ચાલકોને રોડની ખબર પડે છે. ઉધઈ અને જંતુથી બચાવવા માટે ઝાડને રંગવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.