ઘરમાં જ્યારે પહેલા બાળકનો જન્મ થાય છે ત્યારે ઘરની દરેક વ્યક્તિ ખૂબ ખુશ હોય છે અને તેને પૂરા લાડ લડવી ઉછેરવામાં આવે છે. ત્યારે ભારતના કલ્ચર પ્રમાણે જોઈએ તો એક સંતાન હોય તેના થોડા સમય બાદ બીજું બાળક કરવાની સગાવહાલાઓ સલહ આપવા લગતા હોય છે કે હવે તો આ નાનકાને કે નંકીને નાની બહેન કે ભાઈ જોઈએ રમવા માટે. ત્યારથી જ જોઈએ તો એ બાળકની જવાબદારીઓ શરૂ થયી જતી હોય છે તો આવો જાણીએ કે બાળક નાનું હોવા છતાં પણ મોટી મોટી જવાબદારીઓ સાંભળે છે ત્યારે કેવી પરિસ્થિઓ સર્જાતી હોય છે???
ઘરમાં જે બાળક મોટું હોય છે તેને પ્રેમ તો પૂરતો મળે છે પરંતુ તેના દિલની પરિસ્થિતી સમજવી થોડી મુશ્કેલ છે કારણકે તેને તેના હક કરતાં વધુ જવાબદારીના બોજ નીચે દબાવી દેવામાં આવે છે.
બાળક પહેલું હોય તેને તેની પાસેથી માતા-પિતાની આશાઓ પણ એટલી જ મોટી હોય છે. બનવામાં અને અન્ય કામગીરીમાં તેને આગળ રાખવાની જવાબદારીમાં પેરેન્ટ્સ થોડા વધુ ગંભીર જોવા માળે છે.
આ એક એવું વાંકય છે જે દરેક મોટા સંતાને સાંભળ્યુ હશે… કે તું મોટો કે મોટી છો એટલે તારે સમજવું જોઈએ. નાના ભાઈ બહેનની સામે જીદ કરતું 5 વર્ષનું પણ મોટું બાળક આ જવાબદારી માથી પસાર થતું હોય છે. અને તેને તેની સામે હાર માનવી જ પડે છે.
મોટા સંતાનની નાનામાં નાની ભૂલને પણ મોટી સમજવામાં આવે છે. જેનું મુખ્ય કારણ તે મોટું છે અને એની ભૂલમથી તેને નાના ભાઈ બહેન પણ એવું કરતાં શિખશે એવું લોકોનું માનવું હોય છે.
મોટા ભાઈ બહેન હમેશા મજબૂરીનો શિકાર બંતા હોય છે અને તેમાં પણ જ્યારે નાના ભાઈ કે બહેનને કઈ પણ કામ કરવવાવું હોય ત્યારે ધમકી આપતા હોય છે કે આમ કરજે નહિતર તારી આ વાત મમ્મી-પપ્પાને કહીશ. અને અંતે તેની આવી વાતો ક્યારેક તો કહેવાણી હોય જ છે. અને મોટા બાળકને તેની કિમ્મત ચૂકવવી પડે છે.
અને છેલ્લે એક વાત કે મોટા ભાઈ બહેને તેની કમાણી માથી એક ભાગ તો નાના ભાઈ કે બહેનની ગિફ્ટ માટે રાખવો જ પડે છે નહિતો તેને માનસિક અત્યાચાર સહન કરવાનો વારો આવે છે.