જી….હા….હા વાંચક મિત્રો આપણે વાળને વધારવાં તેમજ તેની જાણવણી કરવા અનેક પ્રયાસો હાથ ધરતા હોઇએ છીએ… વાળની સુંદરતા, તેાો ગ્રોંથ બરકરાર રહે તે હેતુથી કંઇને કંઇ ઘરગથ્થુ ઉપચાર કરતા રહીએ છીએ ત્યારે કદીએ વિચાર્યુ છે કે આંખની પલકોમાં આવેલાં વાળ જો વધતા હોય તો શું થાય. શું એ સુંદરતામાં વધારો કરે છે કે પછી આપણી દ્રષ્ટિમાં અડચણ ‚પ સાબિત થાય છે…..?
અહિં આપણે વાત કરી રહ્યા છીએ એક એવા ગીનીઝ વર્લ્ડ રેકોર્ડની જેમાં સ્ત્રીની આંખનાં પાંપણનાં વાળ લાંબા થાય છે. વાત છે ચીનની રહેવાસી યોઉ જીઆંક્ષીઆની જેની પાંપણનાં વાળ ૪.૮૮ ઇંચ લાંબા છે. અને તેના કહેવા અનુસાર તેનું આ વાત તરફ ધ્યાન ૧.૫ વર્ષ પહેલા દોરાયું હતું કે તેની પાંપણનાં વાળ જ‚રત કરતાં વધુ લાંબા થઇ રહ્યા છે. અને કદાચ તેનું મુખ્ય કારણ તેની લાઇફ સ્ટાઇલ છે. જે ઓલમોસ્ટ નેચર પર આધારીત છે. તો આ બાબતે આપણે વિચારવું એ રહ્યું કે જો કુદરતે ખરેખર બધાને આ ખાસીયત આર્પી હોત તો તે સગવળતા ભરી સાબિત થઇ હોત.