આપણે પૌરાણીક કથાઓમાં અથવા દંત કથાઓમાં સમુદ્રી રાક્ષસ વિશે તો સાંભળ્યુ જ હશે, પરંતુ એક માછીમારે એવી માછલી પકડી છે જેને સોશિયલ મીડિયા પર લોકો તેને ‘વાસ્તવિક દુનિયાના સમુદ્ર રાક્ષસ’ કહે છે. આ રાક્ષસી માછલીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. તસવીરોમાં આપણે જોઈ શકીએ છીએ કે માછલી અને તેનું મોનું કદ એકદમ મોટું છે. ઉપરાંત, તેના દાંત એક તીવ્ર સાધન જેવા ‘ખતરનાક’ લાગે છે. માહિત અનુસાર, પ્રમાણે અમેરિકાના ઓરેગોનનાં રહેવાસી નાટે ઇઝેઝક 39 વર્ષીય છે, તે વ્યવસાયે માછીમાર છે જેણે માર્ચની શરૂઆતમાં અલાસ્કા નામની માછલી તેના જાળમાં ફસાઈ હતી. જ્યારે તેઓએ તેની તસવીરો ફેસબુક પર શેર કરી ત્યારે આ તસવીર વાયરલ થઈ હતી.
નાટે 9 માર્ચે ફેસબુક પર માછલીની શોકિંગ તસવીર શેર કરી હતી. તેણે કેપ્શનમાં Wolf Eel લખ્યું હતું. તેની ફેસબુક પોસ્ટ કર્યાના થોડા સમયમાં 350થી વધુ લોકોએ તેને શેર કરી હતી અને આ પોસ્ટને સોથી વધુ રીએક્શનસ મળ્યા હતાં.
https://www.facebook.com/permalink.php?story_fbid=3734318586659698&id=100002447792399
તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે, “જ્યારે અમે આ માછલી જોઇ ત્યારે વાતાવરણમાં ગભરાટ અને આનંદ બંને જોવા મળ્યા હતાં. જો કે, મેં તે પહેલાં જાણ્યું અને જોયું કે આ પ્રકારની માછલીઓ ખૂબ જોરથી કરડે છે. તેથી અમે સતર્ક રહીને આ કામ કર્યું હતું.’
તેમણે આ માછલી 9 માર્ચે અલાસ્કાના અકુતાન આઇલેન્ડના સમુદ્રમાંથી પકડી હતી, જે વુલ્ફ એઇલ તરીકે ઓળખાઈ છે. આ માછલીને જોઈને ઘણાં સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સહમત છે કે આ માછલી ‘રાક્ષસ’ જેવી લાગે છે. જ્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે સમુદ્રી ખરેખર જોવા લાયક છે.