તમે ઘણી પ્રકારના યોગ વિશે સાંભળ્યું હશે પરંતુ એક એવા પ્રકારનો પણ યોગ છે. જેના વિશે તમે ક્યારેય વિચાર્યુ કે કલ્પના પણ નહિં કરી હોય એ છે બીયર યોગા નામ સાંભળીને નવાઇ લાગી ને ? આવા પ્રકારનો યોગા એ લોકો જ કરે છે જેને યોગાની સાથે બીયરનો પણ મજા માણવી હોય.
હમણાંના સમયમાં બીયર યોગાનું એક નવું જ ચલણ ચાલુ થયું છે આવા પ્રકારના યોગનું ચલણ વધારે પડતા તો વિદેશોમાં જ જોવા મળે છે.
આવા પ્રકારના યોગાની શરુઆત જર્મનીના બર્લીન નામના શહેરમાંથી થઇ ત્યાંની બે યોગા ટ્રેનર એમીલી અને જુલા એ મળીને ૨૦૧૬માં આ ‘બીયર યોગા’ની શરુઆત કરી સૌથી પહેલા બિયર યોગાએ ઓસ્ટ્રેલીયા પહોચ્યું અને ત્યાર બાદ આ યોગાને બીજા અનેક શહેરો અપનાવા લાગ્યા.
બીયર યોગાની ટ્રેનર એમીલી કહે છે કે બિયર યોગા દુનિયાની બે સૌથી મનપસંદ વસ્તુઓનો સંગમ છે. આવનારા સમયમાં આ ટ્રેડ સૌથી લોકિ૫્રય થઇ જશે. બિયર યોગા લોકોનું માનવું છે કે યોગ કરવુ અને બીયર પીવુએ આરામ મેળવવાનો જુનો નુસ્ખો છે. પરંતુ અમુક લોકો માત્ર બિયરની મજા માળવા માટે આ યોગા કરતા હોય છે.
યોગાસન દરમ્યાન એક-એક ઘુટ બીયર પીને આ યોગા કરવામાં આવે છે. અને અમુક આસનોમાં બીયરની બોટલનો પણ સમાવેશ થાય છે. ટુંકમાં કહિએ તો આ યોગામાં બિયર અને તેની બોટલ બંનેને સમાવવામાં આવે છે. પરંતુ અમુક લોકો માને છે કે યોગાસન કરતી વખતે કે એના થોડા સમય પહેલા કઇ ખાવુ કે પીવું જોઇએ નહિં એવી સલાહ આપવામાં આવે છે. તથા એક મોટો પહેલુંએ પણ છે કે આવા પ્રકારના યોગા ભારતીય સંસ્કૃતિને હાની પહોંચાડે છે.