આમતો અપરાધ કર્યો હોય કે નિયમનો ભંગ કર્યો હોય તો અપરાધીને જેલમાં પૂરી દેવામાં આવે છે પણ આજે હું તમારી પાસે નવી વાત કરીશ , જી હા .. જેલ પર્યટન
સેલ્યુલર જેલ :
આંદામાન – નિકોબાર દ્વિપની રાજધાની પોર્ટ બ્લેયેરમાં આ જેલ આવેલી છે, અહી સ્વતંત્રતા સંગ્રામ કરી બ્રિટિશ વિરોધી પ્રવૃતિ કરનારા ભારતીયોને પૂરી દેવામાં આવતા હતા, જે મુખ્ય ભારતની ભૂમીથી હજાર કિલોમીટરની દૂરી પર આવેલી છે આ જેલ કાળા પાણીના નામે પણ કુખ્યાત હતી, આ જેલ બીજા વિશ્વ યુદ્ધહની સાક્ષી છે . અહી લાઇટ અને સાઉન્ડ શો પણ કરવામાં આવે છે .
તિહાર જેલ :
તિહાર જેલ એશિયાની સૌથી મોટી જેલ માનવમાં આવે છે , જે દિલ્લીમાં આવેલી છે , આ જેલનું નિર્માળ 1957 માં પંજાબ દ્વારા કરવામાં આવ્યું હતું, આ જેલમાં નેતાથી લઈને અંડર વર્લ્ડના ડોન પણ છે , કેમકે આ જેલ ઉચ્ચ શિક્ષણ અને કેદીઓને સુધારવા માટે પ્રખ્યાત છે , તમે અહીની જેલ કેન્ટીન સહિતના અમુક વિભાગોની મુલાકાત લઈ શકો છો.
હિજલી જેલ :
હિજલી જેલ વેસ્ટ બંગાળમાં આવેલી છે, આ જેલનું નિર્માણ 1930 માં કરવામાં આવ્યું હતું, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં હિજલી જેલનો ખુબજ મોટો ફાળો છે હિજલી ફાયરિંગ કાંડ પણ બહુ ચર્ચામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકોના મોત થયા હતા. આઇ આઇ ટી ખડકપૂર આવતા પ્રવાસીઓ આ જેલની મુલાકાત લેતા હોય છે, પ્રવાસીઓ આ જેલમાં ફરી શકે છે
વાઇપર આઈસલેન્ડ જેલ :
આ જેલ ગેલોસ ઓફ પોર્ટ જેલની જેમ પ્રખત નથી પણ સ્વતંત્રતા અભિયાનમાં આ જેલનું પણ યોગદાન હતું, આ સેલ્યુલર ઉપર કેદીઓ માટેની જગ્યા બનાવમાં આવી હતી, હવે આ જગ્યા ટુરિસ્ટ સ્પોટ બની ચૂકી છે, પ્રવાસીઓ અહી ફરવા માટે આવે છે.
નેની સેંટ્રલ જેલ :
ઉત્તર પ્રદેશમાં બનેલી આ જેલ સેંટ્રલ જેલના નામે પ્રખ્યાત છે, આ જેલ અંગ્રેજોએ દ્વારા બનાવમાં આવી હતી, ઇન્દિરા ગાંધીને પણ આ જેલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારબાદ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ એ પણ એક દિવસ આ જેલમાં વિતાવ્યો હતો .