લસણ વગરની રસોઇ એ બે સ્વાદ લાગે છે.અને આર્યુવેદમાં પણ લસણનાં અનેક ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે અનેક બીમારીએથી દૂર રાખે છે. પરંતુ જો તમે સવાર સાંજ લસણ અને મધનું મિશ્રણ ૧૫ ગ્રામ ખાઇને તેની ઉપર ગરમ દૂધ પીઓ છો, તો સ્વાસ્થ્યને લાભ થાય છે. અને અનેક બીમારીથી બચી શકાય છે. જેના માટે ઉનાળામાં ૧૫ ગ્રામ ખાઇને તેની ઉપર ગરમ દૂધ પીઓ છો તો સ્વાસ્થ્યને લાભ થાય છે. અને અનેક બીમારીથી બચી શકાય છે. જેના માટે ઉનાળામાં ૫ ગ્રામ અને ૧ ચમચી મધ તેમજ શિયાળામાં આ પ્રકારે ત્રણ ચમચી પણ લઇ શકો છો. ડાયાબીટીસનાં દર્દી પણ આ મિશ્રણ લઇ શકે છે.
લસણની બે કળીને પીસીને મધમાં ભેળવી ખાવાથી તમારી અનેક બીમારી દૂર થાય છે. અને કેટલીક તો ૨-૩ દિવસમાં દૂર થાય છે. જ્યારે કેટલીક બીમારી એક મહિનામાં દૂર થાય છે.
– વજન ઘટાડવા માટે :
એક ચમચી મધમાં ૨-૪ લસણની કળી મિક્સ કરો. પછી તેને નવસેકા પાણીમાં મિક્સ કરી પીઓ. આવું કરવાથી તમારુ વજન ઓછુ થવાની સાથે-સાથે શર્દી ઉઘરસમાં પણ રાહત મળે છે. એ શરીરનાં ટોક્સીને દૂર કરે છે એટલે બોડી ડિટોક્સી માટે પણ ઉપયોગમાં લઇ શકાય.
– કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે :
મધ અને લસણને સાથે પીસીને જ્યુસ બનાવી લ્યો. જેને પીવાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. આ ઉપરાંત હદ્ય સંબંધી બીમારીની શક્યતાઓ પણ ઓછી થાય છે.
– અસ્થમા :
અસ્થમા મો આ અક્સિર ઇલાજ છે આ મિશ્રણને નિયમિત રુપથી લેવાથી અસ્થમામાં રાહત મળે છે.
– હદ્ય માટે :
હદ્ય માટે આ અમૃત સમાન છે. જેને હાર્ટ એટેક આવ્યો હોય તે તેનો રોજ ઉપયોગ કરે જેનાથી બ્લોક દૂર થાય છે.
– નપુંસકતા :
૨- ૪ લસણની કળીને દેશી ઘીમાં સાંતળી લ્યો. પછી કાચની એક બર્ણીમાં મધ ભરી તેમાં સાંતળેલું લસણ નાખીં બંધ કરી રાખી દો. એ બર્ણીને ઘઉં કે ચોખાની કોઠીમાં થોડા દિવસ માટે મૂકી રાખો અને થોડા દિવસો બાદ સવાર-સાંજ તેનુ સેવન કરવાથી નપુંસકતા દૂર થાય છે.