અંગ્રેજી પશ્ચિમી સંસ્કૃતિ અપનાવ્યા બાદ હાથથી ભોજન ખાતા લોકો ચમચીની આદતી ટેવાઇ ગયા. ચમચી દરેક ભોજન માટે જરૂરી બની ચુકી છે. આપણે બહાર જમવા જઇએ તો પ્લાસ્ટીકની ચમચી આપવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનીકારક છે.
માટે વડોદરાના ૨૪ વર્ષીય ક્રુવીલ પટેલે ત્રિશુલ નામની કંપનીની શરૂઆત કરી તેમણે ચમચીના ઉત્પાદની માર્કેટમાં એન્ટ્રી કરી હતી. એન્જીનીયર અને એન્ટરપ્રીનીયોર ક્રુવિલના એક આઇડિયાથી તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો.
પ્લાસ્ટીક ચમચીઓ નુકશાનકારક છે.માટે તેણે ખાઇ શકાય તેવી ચમચી બનાવી અને થોડા જ સમયમાં હૈદરાબાદથી તેને ઢગલાબંધ ઓર્ડર મળવા લાગ્યા. જો કે આ બિઝનેશમાં નફો ઓછો અને રોકાણ વધુ હતું માટે પરિવારના લોકોને ગમતુ ન હતું. ક્રુવિલ કહે છે કે તેણે આ બિઝનેસ માટે એન્જીનીયરીંગ પણ છોડયું હતું.૨૦૧૦માં નવેમ્બરમાં તેની પહેલી પ્રોડકટ માર્કેટમાં આવી હતી ને વડોદરાનો યુવક ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો હતો. ક્રુવિલે બનાવેલી ચમચી ભોજન ખત્મ થાય ત્યારબાદ તેને ખાઇ શકાય છે. માત્ર એટલું જ નહીં પણ આ ચમચી ડેઝર્ટ જેવી ટેસ્ટ બનાવવામાં આવી હતી.