સ્ત્રી હોઈ કે પુરુષ ઉંમરના એક પડાવ પછી તેનામાં સેક્સ પ્રત્યે ખાસ પ્રકારની લાગણી અને જીજ્ઞાશા ઉદ્ભવે છે. જે માત્ર એક ભાવના જ નહિ પરંતુ તેની શારીરિક જરૂરિયાત પણ બની જાય છે. સામાન્ય રીતે જોઈએ તો કામક્રીડા એ દરેકને ગમતી ક્રીડા છે. પરંતુ અત્યારની આધુનિક જીવનશૈલીના કારણે કાનનો થાક આને અન્ય કારણોના લીધે સ્ત્રી પુરુષ સમાગમથી દુરી બનાવે છે પરંતુ એ એ વાતથી અજાણ હોઈ છે કે સેક્સથી પરહેજ કરવાથી તેમના સ્વાસ્થ્ય ને અનેક પ્રકારે નુકશાન થાય છે. કામક્રીડા એ માત્ર માનસિક કે શારીરિક સુખની ચરમસીમા નથી પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ચાવી પણ છે.
સેક્સ ન કરવાથી થતા નુકશાન…
તણાવ…
એક અભયસના તારણમાં જાણવા મળ્યું છે કે જે લોકો સેક્સ કરવાથી દૂર રહે છે એ લોકો તણાવનો શિકાર બને છે. એવી કેટલીય પરિસ્થિતિઓમાં તેને તણાવનો અનુભવ થાય છે. ખાસ તો ત્યારે જયારે તેઓ ભીડ વળી જગ્યાએ ગયા હોઈ, જેનું મુખ્ય કારણ એ છે કે સંભોગ કરવાથી એન્ડોર્ફિન હોર્મોન્સ એટલે કે સારું મહેસુસ કરાવતા હોર્મોન્સ બહાર નીકળે છે.જે તણાવને અંકુશમાં રાખવામાં મદદરૂપ થાય છે.
ડિપ્રેશન…
સેક્સથી દુરી બનવાનું સૌથી મોટું નુકશાન પુરુષોએ ભોગવવું પડે છે, જેમાં પુરુષ સંહોગ ન કરવાના કારણે જલ્દીથી ડિપ્રેશનમાં જતા રહે છે.એજ રીતે સ્ત્રીઓમાં પણ ડિપ્રેશનનો ભોગ બને છે. એક અભ્યાસ મુજબ સ્ત્રીની કામેચ્છાને વધારવા પુરુષના વીર્યમાં રહેલા મેલાટોનિન, સેરોટોનિન અને ઓક્સીટોસિન બહુ કારગર નીવડે છે.
ઇરેક્ટાઇલ ડિસફંક્શન…
આ બીમારી પુરુષોમાં સેક્સ ન કરવાના કારણે જોવા મળે છે, જેમાં અઠવાડિયામાં બે વાર સંભોગ કરતા પુરુષોને ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા એટલી નથી હોતી જેટલી સેક્સ ન કરતા પુરુષોમાં જોવા મળે છે. જેનું મુખ્ય કારણ એ છે કે વારંવાર સેક્સ કરવાથી પુરુષોના પેનાઇલ મસલ્સ વધુ મજબૂત બને છે. જે સેક્સ ન કરવાથી પેનાઇલ મસલ્સને કસરત નથી થતી અને અન્ય પ્રશ્નો ઉભા થાય છે.
રોગપ્રતિકારક શક્તિ ઘટે છે…
તમને જાણીને આશ્ચર્ય થશે કે સંભોગમાં ઘટાડો કરવાથી રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો આવે છે. સેક્સ ન કરવા વાળા લોકની તુલનાએ અઠવાડિયામાં એક કે બે વાર સંભોગ કરવા વાળા લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા વધુ હોઈ છે જે આઈજીએ નું લેવલ વધુ રહે છે જે સેક્સના લીધે વધે છે.
પ્રોસ્ટેટ કેન્સર…
જો તમે સંભોગ કરવાથી પરહેજ કરો છો તો તમારી રોગપ્રતિકારક ક્ષમતામાં પણ ઘટાડો આવે જે પ્રોસ્ટેટ કેન્સરને પણ નોતરે છે. જે વ્યક્તિ વારે વારે કામક્રીડામાં વ્યસ્ત રહે છે તેની તુલનાએ સેક્સથી પરહેજ કરવા વળી વ્યક્તિમાં પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતાઓ વધુ રહે છે.