નાના બાળકોથી લઇને દરેક વયની વ્યક્તિને ફેવરીટ છે શિંગ જે અનેક ગુણોથી ભરપુર છે. શિંગદાણાને તમે શેકી પણ શકો છો અને સ્નેક્સ સલાડ અને નાસ્તામાં પણ ઉપયોગ કરી શકો છો.
– સલાડ :
તમે તમારા મનપસંદ સલાડમાં મગફળી ઉમેરી શકો છો. તેનાથી સ્વાદ પણ વધે છે તથા ક્રન્ચીનેસ પણ મળશે. તમે શાકભાજી, સલાડ, દાળ અને અનેક વાનગીઓમાં મગફળી ઉમેરી શકો છો.
– ચીક્કી :
શિયાળુ પાકમાં મગફળીનો યોગ્ય ઉપયોગ છે ચીક્કી જેમાં શિંગદાણા સાથે ગુણકારી ગોળ પણ આરોગ્યની સંભાળ કરશે તો તેનો ક્રન્ચી સ્વીટ ટેસ્ટ બાળકોને પણ ભાવે છે.
– ચટણી :
સાઉથ ઇન્ડિયા નારિયેળની ચટણી ફેમસ છે તો આપણે મગફળીની મજા છે જેની ચટણી ખૂબ જ લોકપ્રિય છે. જેને તમે ઇડલી, ઢોસા, ઉત્તપમ અને પરોઠા સાથે પણ ખાઇ શકો છો.
– પિનટ બટર :
પિનટ બટર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. જેને તમે પરોઢા અને બ્રેડ પર સ્પ્રેડ કરી તેની મજા માણી શકો છો. પરંતુ તેને તમે ઘરે પણ બનાવી શકો છો. તમારે શેકેલી મગફળીને વેજીટેબલ ઓઇલ, શુગર અને સોલ્ટ સાથે મિક્સ કરો. અને તેમાં બટર એડ કરો. ફક્ત બે મિનિટમાં તૈયાર થઇ જશે તમારુ પિનટ બટર….
– સ્નેક :
મહારાષ્ટ્ર તેમજ ગુજરાતી અનેક વાનગીઓમાં મગફળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બટેકા પૌવા , ઉપમા, ખિચડી, સાબુદાણાં, વડામાં પણ તમે નાખી શકો છો.
– ટ્રાયલ મિક્સ :
મગફળીને તમે કાજુ, બદામ અને પિસ્તા સાથે પણ એક બાઉલમાં નાખી શકો છો. જે તમારા માટે હેલ્ધી સાબિત થશે.
– ચોકલેટ :
ચોકલેટ તો સૌ કોઇને પ્રિય હોય છે. પણ ક્રન્ચીનેસ વગર તેનું અસ્તિત્વ જાંખુ પડતું હોય છે. માટે તમે શિંગદાણાને થીક ચોકલેટમાં ડિપ કરી તેને ફ્રીઝમાં મૂકી દો તો બસ તૈયાર છે પિનટ ચોકલેટ.
– દાળ :
મગફળીને ગુજરાતીયો દાળમાં નાખે છે જે તેમાં ક્રન્ચીનેસ અપાવે છે.