શહેરીજનો પાસેથી વાહન વેરો વસૂલથી મહાપાલિકા પાર્કિંગની સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ છે શહેરમાં એક પણ સ્થળ એવું નથી કે જ્યાં પાર્કિંગની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ હોય હવે રાજકોટમાં કોઈપણ રોડ પર વાહન પાર્ક કરવા માટે પૈસા ચૂકવવા પડશે. અલગ અલગ 62 પે એન્ડ પાર્ક સાઈડનો કોન્ટ્રાક્ટ આપવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આવતીકાલે પ્રિ બીડ યોજાશે જ્યારે ટેન્ડર ભરવાની અંતિમ અવધી 30 જાન્યુઆરી નિયત કરવામાં આવી છે. અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલા ટેન્ડર માં અપસેટ કિંમત જેટલા જ ભાવ આવતા રિટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું. નવી નવ સેટ ઉભી કરવામાં આવી છે
ટુ વ્હીલરના રૂ.5થી 25 થ્રિ વ્હીલરના રૂ. 10 થી 60, ફોર વ્હીલરના રૂ. 10 થી 80 અને હેવી વ્હીલરના રૂ.40 થી 120 ચૂકવવા પડશે:નવી નવ સાઇટ ઉભી કરાય
શહેરના સર્વેશ્વર ચોક ગોંડલ રોડ ફ્લાય ઓવર બ્રિજની નીચે, ત્રિકોણબાગ, અખા ભગત ચોક, ઢેબર રોડ પર નાગરિક બેંક ચોક,કોઠારીયા ચોકડી, યાજ્ઞિક રોડ, હોમિ દસ્તુર માર્ગ, 150 ફૂટ રીંગ રોડ, કેકેવી ચોક બ્રિજની નીચે, ઇન્દિરા સર્કલ પાસે મોચી બજાર કોર્ટ મથી પેટ્રોલ પંપ સુધી, માલવીયા ચોક, જુબેલી શાકમાર્કેટ,મવડી ચોકડી, રાધાકૃષ્ણ રોડ,આલ્ફ્રેડ હાઈસ્કૂલથી ભાભા હોટલ સુધી, સ્વામિનારાયણ આંખની હોસ્પિટલની બાજુમાં ઓવરબ્રિજ નીચે, લાખાજીરાજ રોડ, અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમની સામે, હોસ્પિટલ ચોક, નાના મવા સર્કલ, રામદેવપીર ચોકડી ચોકથી પુષ્કરધામ રોડ સુધી, રાષ્ટ્રીય શાળા પાસે, વોકહાર્ડ હોસ્પિટલની સામે, જય સીયારામ ચાથી કેકેવી ચોક બ્રિજ સુધી, રોયલ પાર્ક મેઇન રોડ પર અને સત્ય સાંઈ મેઇન રોડ પર પે એન્ડ પાર્ક માટે કોન્ટ્રાક્ટ આપવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
પાર્કિંગના ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે અગાઉ માત્ર કલાક મુજબ પૈસા વસૂલવામાં આવતા હતા હવે ત્રણ કલાકના પ્લોટ બનાવવામાં આવ્યા છે જેમાં ટુ-વ્હીલર માટે રૂપિયા 5 થી લઈ રૂપિયા 25 3 વ્હીલર માટે રૂપિયા 10 થી લઈ 60 ફોર વ્હીલર માટે રૂપિયા 80 થી 100 અને હેવી વ્હીકલ માટે રૂપિયા 40 થી 120 નિયત કરવામાં આવ્યા છે શહેરમાં પાર્કિંગની સમસ્યા સતત વકરી રહી છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા આખા શહેરમાં આડકતરી રીતે વાહન પાર્કિંગના પૈસા વસૂલ કરવામાં આવી રહ્યા છે.