ભારતીય કરંસી નોટ રોજના અસંખ્ય લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ દરેક ચલણી નોટમાં ક્યાં કારણોસર ગાંધી બાપુનો ફોટો આપવામાં આવ્યો છે. તો આવો જાણીએ એવા ક્યાં કારણો હતા જેથી બાપુ દરેક નોટમાં દેખાય છે..? મહાત્મા ગાંધીએ તેનું આખુ જીવન સાદાઇથી વિતાવ્યું છે. મહાત્મા ગાંધી ક્યારેય નહોતા ઇચ્છતા કે તેનો ફોટો ક્યાંય છાપવામાં આવે પરંતુ ત્યારથી લઇ અત્યાર સુધીમાં ગાંધી બાપુનો જ ફોટો વધુ દેખાય છે. એટલુ જ નહિં પરંતુ ચલણીનોટમાં પણ ગાંધી બાપુનો ફોટો દેખાય છે. રીઝર્વ બેંકના જણાવ્યા મુજબ ૧૯૯૬માં ગાંધીજી વાળી નોટ ચલણમાં આવી હતી. ત્યાર બાદ ૫,૧૦,૨૦,૧૦૦,૫૦૦ અને ૧૦૦૦ રુપિયાની નોટ છાપવામાં આવી હતી. નોટ ઉપર અશોકસ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો અને નોટની ડાબી બાજુએ નીચેના ભાગમાં અશોક સ્તંભનો ફોટો મુકવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૮૭માં ગાંધી બાપુની નોટની ડાબી બાજુએ દેખાતો હતો. સાલ ૧૯૯૩માં છાપવાનું પ્રસ્તાવ મુક્યો હતો. ત્યારે માત્ર ગાંધી બાપુ જ શું કામ બીજા સ્વાતંત્રતા સેનાનીનો ફોટો શુ કામ નહી તેવો પ્રશ્ન ખડો થયોહતો.

મહાત્મા ગાંધીને રાષ્ટ્રીય પ્રતિક સમાન ગણાવ્યા છે. અને બાપુને રાષ્ટ્રપિતાની ઉપમા પણ આપવામાં આવી છે. તે સમયે રાષ્ટ્રનો ચહેરો હતા. ગાંધીબાપુ એટલા માટે જ આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોટમાં છપાતો ગાંધી બાપુનો ફોટો ૧૯૪૬માં લેવાયો હતો. જ્યારે બાપુ લોર્ડ ફ્રેડરીક પેથિક લોરેંસ વિક્ટ્રી હાઉસમાં ગયા હતા ત્યારે તે ફોટો પાડવામાં આવ્યો હતો. અને દરેક ચલણી નોટમાં તે ફોટો તેના ઓરીજનલ સ્વરુપમાં મુકવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.