ભાજપના શાસકો અને કોર્પોરેશનના અધિકારીઓને સદ્બુદ્ધિ મળે તે માટે વોર્ડ વાઈઝ હવનમાં પોલીસે નાખ્યા હાડકા અશોક ડાંગર, મહેશ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, દિનેશ ચોવટીયા, પ્રદિપ ત્રિવેદી સહિતનાઓને ઉપાડી લીધા

મહાપાલિકાની કહેવાતી પ્રિ મોન્સુન કામગીરીની પોલ મેઘરાજાએ ખોલી નાખી છે. શહેરમાં ચાલુ વર્ષે પડેલા રેકોર્ડબ્રેક વરસાદના કારણે રાજમાર્ગોની હાલત મગરની પીઠ જેવી ઈ ગઈ છે. વરસાદ વિરામ લીધો હોવા છતાં હજુ શહેરના અનેક વિસ્તારોમાં ડ્રેનેજ ગટર ઉભરાઈ રહી છે. આરોગ્યલક્ષી કામગીરી પણ કળી છે. વરસાદી પાણીનો પુરો નિકાલ પણ તો ની જેના વિરોધમાં આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા શહેરના તમામ ૧૮ વોર્ડમાં ભાજપના શાસકોને અને કોર્પોરેશનના અધિકારીઓને સદ્બુધ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યો હતો. આ હવનમાં પોલીસે અડચણના હાડકા નાખયા હતા અને ૬૮ કોંગી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.

રશહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરે ડેમો છલકવી દીધા છે  આખા વર્ષની પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી છે. મહાપાલિકાના તંત્ર દ્વારા તા.૧-૪-૨૦૧૯ થી પ્રીમોન્સૂન કામગીરી કરવાનો પ્રારંભ કરવામાં આવેલ હોય ત્યારે આ ભાજપના શાસકો અને મનપાના કમિશનરની અણાવડતના કારણે રાજકોટની જનતાને સારા રોડ રસ્તા, પુરતી ગટર વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલ અંગેની સમસ્યાઓ બાબતે તંત્રએ ખુબજ લા પરવાહી દાખવી છે અને મનપાના તંત્રએ આફ્ટર મોન્સુન કામગીરી પણ કરેલ નથી તેમજ મનપા દ્વારા મોન્સુન એક્શન પ્લાન અંગે આયોજન જ કરેલ છે માત્ર ને માત્ર કાગળીયા ઉપર આયોજન કરતા અને એસી ચેમ્બરોમાં બેસી રહેતા અફસરો એ રાજકોટની જનતાની કમ્મર તોડી નાખે તેવી સાવ હલકી કક્ષાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે તેમજ ગેરેંટી વાળા રસ્તાઓ નો સોથ બોલી ગયો છે ત્યારે કેમ મનપાના છ આંકડામાં પગાર લેતા ઈજનેરો કશું જ કરતા નથી ? જયારે રાજકોટની જનતા ખાડામાં રસ્તા શોધવાની ફરજ આ તંત્રની ઉદાસીનતા થી જ પરિણામ ભોગવી રહી છે મનપા અને  ભાજપના શાસકો માત્રને માત્ર ફોટા પડાવવા અને પબ્લીસીટી સ્ટંટ કરવામાં માહિર હોય જે હાલ રાજકોટની આ ખાડા-ખાબડા અને પાણી ભરાવાથી હેરાન પરેશાન થયેલ પ્રજા એ ઓળખી ગઈ છે જયારે રાજકોટની જનતાના આરોગ્ય , રોડ રસ્તા, પીવાના પાણી, ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ , લાઈટીંગ સુવિધા, આપાતકાલિન સમસ્યાઓ વગેરે જેવી પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ લાવવો જોઈએ તેના બદલે રાજકોટ શહેરની જનતા હાલ આ નાનામોટા પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે મનપાનું તંત્ર વીવીઆઈપીઓની સેવા માંથી ફુરસદ કાઢી પોતાની પરસેવાની કમાણીથી ટેક્સ ભરતી પ્રજાની સેવા કરે તેમજ સ્માર્ટ સીટી અને સ્વછતાની ખોટી વાતો બંધ કરી અને વાસ્તવિકતાની ધરતી ઉપર આવી રાજકોટની નાની-મોટી ગલીઓમાં ફરી વાસ્તવિકતા જોઈ પ્રજાની સમસ્યાઓનો તાત્કાલિક હલ લાવે એ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર ઠેર વોર્ડ વાઈઝ ભાજપના શાસકો અને મ્યુનીસીપલ કમિશ્નરને સદબુદ્ધી આપે તેવો હવન કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

DSC 5214 05

કોંગ્રેસ દ્વારા આજે શહેરના તમામ ૧૮ વોર્ડમાં મંજૂરી વીના હવન કાર્યક્રમ યોજવામાં આવતા એ-ડીવીઝન પોલીસ દ્વારા ૧૦, માલવીયાનગર પોલીસ દ્વારા ૩૧ લોકોની, હાજરી ડેમ પોલીસ દ્વારા ૬ વ્યક્તિની, ોરાળા પોલીસ દ્વારા ૮ વ્યક્તિ, બી-ડીવીઝન પોલીસ દ્વારા ૧૩ વ્યક્તિ સહિત કુલ ૬૮ કોંગી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

પુનિત નગરમાં ખોડલચોકમાં અઢી કલાક સુધી ચક્કાજામ: કોર્પોરેશનના અધિકારીઓ દોડી ગયા

DSC 2875 DSC 2878

પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલંલોલના વિરોધમાં આજે કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા શહેરના તમામ વોર્ડમાં હવનના કાર્યક્રમ દરમિયાન આજે શહેરના પુનિતનગર વિસ્તારમાં ખોડલધામ ચોકમાં કોંગી કોર્પોરેટર વિજય વાંકની આગેવાનીમાં લોકોએ અઢી કલાક સુધી ચકકાજામ કર્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને શહેરભરની પોલીસ અહીં દોડી આવી હતી. હવન કાર્યક્રમ દ્વારા લોકોએ એવો આક્રોશ વ્યકત કર્યો હતો કે, હવન કરવાી મહાપાલિકાના શાસકો કે અધિકારીઓની આંખો નહીં ઉઘડે. ખરાબ રસ્તાના કારણે ત્રણ બાળકોના મોત નિપજયા છે. ચકકાજામ કરવામાં આવશે તો જ તંત્ર સફાળુ જાગશે. સવારે ૧૦:૪૫ કલાકી બપોરે ૧:૧૫ કલાક સુધી સતત રોડ પર ચકકાજામ કરી દેવામાં આવતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. કોર્પોરેશનના અધિકારીઓ અને શહેર પોલીસનો સ્ટાફ ઘટના સ્ળે દોડી ગયો હતો. કોર્પોરેશન દ્વારા અહીં રોડ બનાવી દેવાની ખાતરી અપાયા બાદ ચકકાજામનું આંદોલન સમેટાયું હતું.

કોંગ્રેસે રસ્તા-ખાડા પ્રશ્ર્ને હવન કરી ભારતીય સંસ્કૃતિનું હનન કર્યું: મેયર

મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે મેઘરાજાની અસીમ કૃપાી રાજકોટમાં તેમજ સમગ્ર રાજ્યમાં ખૂબ જ સારો વરસાદ યેલ છે. ખાસ તો રાજકોટની વાત કરીએ તો છેલ્લાં ૭૦ વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. પીવાના પાણીનો તો કોઈ પ્રશ્ન જ રહ્યો ની. શહેર માટે સુખમય અને આનંદના દિવસો આવ્યા છે. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતનુ કામ હાલમાં ચાલુ છે. તેમજ પેવર અને રી-કાર્પેટના કામો માટેનો સર્વે પણ ઇ ચુક્યો છે. રસ્તા વહેલાસર મરામત ાય તે માટે શાસક પક્ષ અને તંત્ર ચિંતિત છે.ચોમાસાની સત્તાવાર વિદાઈ ટૂંક સમયમાં જ તાજ રસ્તાની કામગીરી શરૂ નાર છે. ત્યારે કોંગ્રેસના મિત્રો પણ આ હકિકતી વાકેફ હોવા છતાં પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવા રીતસર હવાતિયા મારી લોકોને ભરમાવવાનો હીન પ્રયત્ન કરી રહ્યા છે.

વિશેષમાં મેયરે જણાવેલ કે, કોંગ્રેસના મિત્રો દ્વારા આજરોજ રસ્તા-ખાડા બાબતે હવનનુ જે કૃત્ય કર્યું છે. તે ભારતીય સંસ્કૃતિનુ હનન કરવા સમાન છે. હવનનુ એક ધાર્મિક સાંસ્કૃતિક મહાત્મ્ય છે. લોકોની ધાર્મિક આસ સો તેનો સીધો સંબંધ છે, ત્યારે કોંગ્રેસએ આવી છીછરી હરકત કરી છે. તે બદલ શહેરીજનો તેને કદાપી માફ નહિ કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.