કામચોર પાલિકાતંત્રએ મહિલાઓના ગુસ્સાથી બચવા મુખ્યપ્રવેશ દ્વારે તાળા મારવા પડ્યા

ગઈકાલે મોરબીના સનાળા રોડ પાર આવેલી અરિહંત અને અંકુર સોસાયટીમાં ભૂગર્ભના પાણી ઉભરાવા મામલે મહિલાઓને સમસ્યા દૂર કરવાની ખાતરી બાદ આજે પાલિકા સ્ટાફે ઉપરછલ્લી જ કામગીરી કરતા મહિલાઓ વિફરી હતી અને પાલિકાએ ઘસી જતા પાલિકા સતાધીશોને સાવચેતી માટે મુખ્ય પ્રવેશદ્વારે તાળા મારવા પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અરિહંત અને અંકુર સોસાયટીમાં ભૂગર્ભના પાણી રસ્તા પર છલકાવા મામલે તેમજ પાયાની ઔવિધાઓ મુદ્દે મહિલાઓએ બઘડાટી બોલાવી ગટરના પાણી પાલિકામાં ઠાલવતા પાલિકા સત્તાધીશોએ તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી.

બાદમાં પાલિકા સ્ટાફ દ્વારા બન્ને સોસાયટીમાં ફક્ત ઉપરછલું કામ કરવામાં આવતા સતત બીજા દિવસે બંને સોસાયટીની મહિલાઓ પાલિકામાં ધસી ગઈ હતી,મહિલાઓનો ગુસ્સો જોતા પાલિકા સત્તાધીશોએ મુખ્યપ્રવેશ દ્વાર બંધ કરી તાળા મારી ડી તાત્કાલિક પોલીસ કાફલો બોલાવી લીધો હતો. જોકે બાદમાં મહિલાઓને શાંત પાડી પાલિકાના સતાધીશોએ સોસાયટીના પ્રશ્નનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી,ઉલ્લેખનીય છે કે રોષે ભરાયેલી મહિલાઓ આજે પોતાની સાથે થાળી અને વેલણ પણ સાથે લાવીહતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.