વિરાટની ૩૭મી સદી: ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦નો રેકોર્ડ પાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી હાઈ સ્કોરીંગ બીજી વન-ડેમાં ભારે ઉતાર-ચડાવ બાદ હેટમાયરની તોફાની ઈન્ગિંસ અને હોપની સદીએ બીજી વનડે ટાઈ કરી ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા ૫૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૩૨૧ રન બનાવ્યા હતા. ભારતે પ્રથમ વન-ડે પણ જીતી હતી જેને કારણે પાંચ મેચની સિરિઝમાં ૧-૦થી લીડ મેળવી હતી. ભારતની બેટીંગ દરમ્યાન ૪૦ રનના સ્કોરે પહોંચતા બન્ને ઓપનર ગુમાવી દીધા હતા. જયારે છેલ્લા બોલે જીતવા માટે પાંચ રનની જરૂર હતી. પરંતુ હોપે ચોગ્ગો ફટકારી મેચને ટાઈ કરી હતી. આ મેચ હાઈ સ્કોરીંગ રહી હતી.
હોપે અણનમ સદી ફટકારી હતી ત્યારે કોહલીએ પણ ૧૫૭ રન સાથે ૩૭મી સદી ફટકારી ફાસ્ટેસ્ટ ૧૦,૦૦૦ રન સચિનનો રેકોર્ડ તોડયો અને કોહલી સૌથી ઈનિંગમાં દસ હજાર રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. તેથી ક્રિકેટની દુનિયામાં ૧૦ હજાર રન બનાવનાર પાંચમો ખેલાડી કોહલી બન્યો હતો. સચિન તેંડુલકરે ૧૦ હજાર રન પૂર્ણ કર્યા ત્યારે ૨૮ સદી જ ફટકારી હતી. આમ કોહલી સચીન કરતા પણ નવ સદી આગળ રહ્યો હતો. આ લીસ્ટમાં ભારતનાં પાંચ સિવાય શ્રીલંકાના ચાર જયારે ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિંગના ૧-૧ બેટ્સમેન સામેલ છે.