ગીર ગઢડાના બોળીદર ગામનો બનાવ
જુનાગઢ સીવીલ હોસ્પિટલ ખાતે ગઇકાલે ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના બોળીદર ગામના દેવી પુજન પરીવારના ભરતભાઇ બોધાભાઇ વાઘેલા (ઉ.વ.૩પ) અંગે પુછપરછ કરતા ગત તા.૧૬ રાત્રી ના સુમારે પોતાના ઝુંપડામાં સુતેલ હોય ચાર મુસ્લિમ શખ્સો ઝુંપડામાં ઘસી આવી દિકરી સાથે અડપલા કરતા હોય દિકરી એ જાગી જઇ રાડારાડ કરી મુકતા ભરતભાઇ પણ જાગી જતાં તેમણે ચારેય શખ્સોને પડકારતા કામાંધ બનેલા ચારેય શખ્સો એ પાઇપ તેમજ ઢીકા પાટુના માર વડે તેમને ગંભીર ઇજાઓ પહોચાડી પલાયન થઇ ગયા હતા ઘટના ચાલુ હતી.
બનાવની ફરીયાદી તેમજ તેમના સૂત્રો પાસેથી મળતી હકીકત અનુસાર ગીર ગઢડા તાલુકાના બોળીદર ગામમાં છગનફળી નામે ઓળખાતી ઝુંપડપટ્ટીમાં રહેતા અને માછીમારીની બોટમાં મજુરી કામ કરતા ભરતભાઇ વાઘેલા પોતાના ઝુપડામાં સૂતા હતા ત્યારે બાજુના ઝુંપડામાં સુતેલી પોતાની સગીર વયની પુત્રી (ઉ.વ.૧પ) ને આજ ગામના સીદ્દા કરીમ, કાસમ કરીમ, સાહિલ સીલા, તેમજ કાસમ નો મોટો છોકરો ઝુંપડામાં ધુસી અડપલા કરતા હોય છોકરી જાગી જતા રાડારાડ કરી મુકતા રાડારાડીથી જાગી ગયેલા ભરતભાઇએ ચારેય શખ્સોને પકડારતા ચારેય શખ્સોએ પાઇપ તેમજ ઢીકા પાટુથી તેમના પર હુમલો કર્યો હતો. બનાવના પગલે આજુબાજુ ઝુંપડાવાસીઓ જાગી જતા હુમલો કરનારાઓ રીક્ષામાં પલાયન થઇ ગયા હતા.
ઘટનાને પગલે પરીવારે તુરંત જીલ્લા પોલીસ કંટ્રોલના ૧૦૦ નંબર તેમજ ગીર ગઢડા પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસમાંથી કોઇ બનાવના સ્થળે ફરકયુ ન હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે તાત્કાલીક જવાબદારો સામે પગલા લે તેવી દેવીપુજક પરીવારે માંગ કરી હતી. નિર્ભયા કાંડ જેવા બનાવ બાદ સુપ્રીમ કોર્ટે તેમજ હાઇકોર્ટ ની અનેક ગાઇડ લાઇન હોવા છતાં પોલીસની જાડી ચામડી ને આવી ઘટનાઓથી કોઇ ફરક ન પડતો હોય તેમ વર્તી રહી છે.
તેવું સ્થાનીક લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું. મુસ્લીમ શખ્સોના હુમલામાં ઘાયલ ભરતભાઇને પ્રથમ ઉના બાદમાં વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ જયાં ડોકટરે તેની સારવાર દરમિયાન તેમનો હાથ ભાગી ગયેલ હોય તેમજ માથામાં અને કમરના ભાગે મુંઢમારની ઇજાઓ હોય હાલ તબીયત સ્થિત હોવાનું જણાવ્યું હતું સ્થાનીક પોલીસે તેમની ફરીયાદ થઇ ગીર ગઢડા તરફ રવાના કરી હોવાનું જાણવા મળ્યું હતું.