વેબસીરીઝ ‘જગત કલ્યાણી માં ખોડિયાર’ના કેમેરામેનનું તમામ કલાકારો અને યુનિટ દ્વારા સન્માન
ગુજરાતીમાં સૌપ્રમ વેબસીરીઝ “જગત કલ્યાણી માં ખોડીયારના કેમેરામેન હિતેશ ટાટમીયાને સીને લાઈફ દ્વારા ગુજરાતી ફિલ્મના બેસ્ટ કેમેરામેનનો એવોર્ડ એનાયત કરવામાં આવતા આ સિરીઝના શુટીંગ દરમ્યાન કલાકારો અને યુનિટના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, બધા કલાકારો, ટેકનીશ્યનો વતી સિરીઝના લેખક-દિગ્દર્શક વલ્લભ સોજીત્રાએ હિતેશ ટાટમીયાનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું, આ તકે રાજકોટના અને ગુજરાતના નામી-અનામી કલાકારો-પ્રોડયુસરો પણ ઉપસ્તિ રહ્યાં હતાં, તેમજ સિરીઝના કલાકારો નિરાલી ટાંક-રીયા સામાણી, ભીખુદાન ખરેડ, યુનુસ શેખ, મહેન્દ્ર શાહ, પ્રોડયુસર રાજભા ગોહિલ, આ. કેમેરા રમેશભાઈ જાદવાણી, લાલુદાન ગઢવી વિગેરેએ પણ હિતેશ ટાટમીયાનું સન્માન કરી અભિવાદિત કર્યા હતાં.
કલા એક એવું માધ્યમ છે જે કલાકારની ગળૂંીમાં રહેલ અનોખું પુષ્પ… જે માધ્યમ દ્વારા કલાજીવો પોતાની કલા દ્વારા કંઈને કંઈ બની જાય છે. ઘણાં જીવોને જલ્દીી સફળતા મળે છે. તો ઘણાં જિંદગીભર સંઘર્ષના રસ્તે ચાલીને એક દિવસ ટોચનું સન ગ્રહણ કરી લે છે.
સંઘર્ષશીલ ફિલ્મ ટેકનિશિયન હિતેશ ટાટમીયાને જિંદગીમાં કંઈક બનવું હતું તેી ૧૯૮૬માં માત્ર ૧૫ વર્ષની વયી કલાની કેડી પકડી. હિતેશભાઈએ સંઘર્ષકાળ દરમ્યાન પ્રમ ઈંગ્લીશ ફિલ્મ: ‘બિહાઈન્ડ ધ રિજલ્ટ’માં ૧ કલાકની ટેલિફિલ્મમાં કેમેરામેન તરીકે શ્રીગણેશ કર્યા. જિંદગીની શરૂઆત કરી હતી. કંઈક બનવું હતું અને આ રસ્તે ચાલીને બેસ્ટ કેમેરામેન તરીકે નામના મેળવવી.
હિતેશભાઈ માટે એટલું તો કહેવું છે, બચપણી તેમને ગુજરાતી ફિલ્મ જોવાનો ગાંડો શોખ… કોઈ ગુજરાતી ફિલ્મ તેમણે જોયા વિના છોડી હોય તેવું ભાગ્યે જ બન્યું હશે અને પછી તેમણે મનોમન નકકી કરી લીધું, બસ કેમેરા પકડી લેવો. ૧૯૮૬ પછી તો તેમણે એક પછી એક શ્રેષ્ઠ ફિલ્મો કરવાની શરૂઆત કરી દીધી. ફિલ્મોમાં ‘કેમેરો’ એક એવી વસ્તુ છે જેમાં દર્પણની માફક તમારૂ પ્રતિબિંબ બહાર આવે. આટલા વર્ષોના નવા કામો કરવાનો અનુભવ આજે હિતેશભાઈને સફળતાની કેડી બતાવી.
સાસણગીર ઘાવા ગામના હિતેશભાઈ માટે એટલું તો જરૂર કહેવું છે, તેમના ગામમાં તેઓ કલા ક્ષેત્રે યાને કેમેરામેન તરીકે સૌપ્રમ હતા. હિતેશભાઈના પરિવારમાં કેમેરામેન તરીકે સૌપ્રમ રહ્યાં છે. તેમના ભાઈના પુત્રો ફોટોગ્રાફીના વ્યવસાયમાં જોડાયેલા છે. એટલે કે કલાનો વ્યવસાય તેમના વારસામાં પહેલાંી જોડાયેલા છે.
હિતેશભાઈ કેમેરામેન તો બન્યા, તે પહેલાં તેઓ શું કરતા હતા ? આ લાઈનમાં આવ્યા પહેલાં તેઓ લગ્નના આઉટડોર ઈનડોર શુટિંગમાં જતા.
તેમણે જે અંગ્રેજી ફિલ્મ ‘બિહાઈન્ડ ધ રિજલ્ટ’ કરી, જેને અમેરિકામાં હિટ ફિલ્મ તરીકે બીજો નંબર આવ્યો હતો તે એમની ગાંડી સફળતા હતી.
અત્યાર સુધી તેમણે ૨૦૦ કરતા પણ વધારે હીટ આલ્બમો કર્યા, તેમાં ૫૦ ટેલિફિલ્મો પણ કરી. આ ટેલિફિલ્મોમાં ‘લખા ભગત’ તેમની શ્રેષ્ઠ રહી.
માત્ર તેઓ ટેલિફિલ્મો જ નહીં ગુજરાતી ફિલ્મોમાં બેસ્ટ કેમેરામેન તરીકે હીટ રહ્યાં. કોઈ નિર્માતા એવા નહીં હોય, જેમણે હિતેશભાઈના કામની પ્રશંસાઓ કરી ન હોય. તેમની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોમાં ‘પ્રિત હારે મહિસાગરના આરે’ બીજી ફિલ્મ હતી, આણંદી અમેરિકા.
ફલેશબેકમાં જઈએ તો તેમણે મહાવીર રાઠોડના સાનિધ્યમાં રહીને અનેક શોર્ટ ફિલ્મ, ટેલિફિલ્મો કેમેરામેન તરીકે જેમાં ‘બિહાઈન્ડ ધ રિજલ્ટ’ ફિલ્મ ફેસ્ટીવલ માટે ગઈ હતી.
હાલ “જગત કલ્યાણી માં ખોડીયારના કેમેરામેન તરીકે કામગીરી બજાવી રહ્યાં છે. હિતેશ ટાટમીયાનો (મો.નં.૯૫૭૪૨ ૪૦૧૨૦/૬૩૫૨૮૬૨૬૨૮) પર અભિનંદન મળી રહ્યાં છે.