ટોળું હિંસક બનતા શાંતિ સુલેહ જાળવવા તૈનાત 40થી વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત
મોહમ્મદ પયગંબર પર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનને લઈને મુસ્લિમ સમાજ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે. શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હંગામો થયો હતો. સહારનપુરમાં નામજિયોએ રસ્તાઓ જામ કરી દીધા હતા. આ દરમિયાન જબરદસ્તી દુકાનો બંધ કરાવવાને લઈને પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. જ્યારે પ્રયાગરાજમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો.મોહમ્મદ પયગંબર પર ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ આપેલા નિવેદનને લઈને મુસ્લિમ સમાજ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે.
શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હંગામો થયો હતો. સહારનપુરમાં નામજિયોએ રસ્તાઓ જામ કરી દીધા હતા. આ દરમિયાન જબરદસ્તી દુકાનો બંધ કરાવવાને લઈને પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી હતી. જ્યારે પ્રયાગરાજમાં લોકોએ પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓએ એડીજીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો તો સામે જવાબમાં પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. મોરાદાબાદમાં પણ પ્રદર્શનો થયા હોવાના અહેવાલો હતો. લખનૌમાં આવેલી ટીલેવાળી મસ્જિદ પર પણ લોકોએ નારેબાજી કરી હતી. આ પહેલા દિલ્હીની જામા મસ્જિદ પર મુસ્લીમ સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો.
દિલ્હીની જામા મસ્જિદ બહાર વિશાળ સંખ્યામાં લોકો નૂપુર શર્માનો વિરોધ કરવા એકઠા થયાસહારનપુરમાં બપોરે એક વાગ્યે શહેરની મુખ્ય જામા મસ્જિદમાં જુમ્માની નમાજ બાદ હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા. બાદમાં નારેબાજી કરતાં કરતાં જામા મસ્જિદથી ઘંટાઘર તરફ ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે ભારે હંગામો કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. ઘટાંઘર અને નેહરૂ માર્કેટમાં દુકાનો પણ જબરદસ્તી બંધ કરાવી દેવામાં આવી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ ટુવ્હીલર્સમાં તોડફોડ કરી હતી. પોલીસે કેટલાક પ્રદર્શનકારી નમાજીઓની ધરપકડ કરી હતી. જ્યારે જબરદસ્તી બંધ કરાવવામાં આવેલી માર્કેટની દુકાનોને પોલીસે ફરીથી ખોલાવી હતી.
મુરાદાબાદમાં પણ નમાજ બાદ ભીડે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ’નૂપુર શર્મા કો ફાંસી દો’ના નારા લાગ્યા હતા. કાનપુર પ્રકરણમાં થઈ રહેલી ધરપકડને લઈને લઘુમતી સમાજમાં ભારે રોષ છે.
જુમ્માની નમાજ બાદ ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. બીજી તરફ એડીજી (કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારનો દાવો છે કે ઉત્તર પ્રદેશના શહેરોમાં સંપૂર્ણ રીતે શાંતિ છે. ઘણી જગ્યાઓએ નમાજ શાંતિથી સંપન્ન થઈ હતી. પોલીસની પૂરતી વ્યવસ્થા છે. સોશિયલ મીડિયા પર મોનિટરિંગ ચાલી રહ્યું છે. કાનપુરમાં શાંતિ છે અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રયાગરાજમાં પોલીસે કર્યો લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડાયા
પ્રયાગરાજમાં જુમ્માની નમાજ બાદ અટાલા વિસ્તારમાં મુસ્લિમ સમાજના સેંકડો લોકો એકઠા થઈ ગયા હતા. નારેબાજી કરતા પ્રદર્શનકારીઓએ નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓને હટાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો. જવાબમાં પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે ચારેય બાજુ બેરીકેટિંગ કરી દીધી હતી. પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જોકે, પરિસ્થિતિ નિયંત્રણ બહાર નથી અને લોકોને સમજાવવાની પ્રશંસા કરવામાં આવી રહી છે.
જામા મસ્જિદની બહાર લોકોના ટોળેટોળા ઉમટ્યા
વિશાળ સંખ્યામાં લોકો જામા મસ્જિદની બહાર એકઠા થઈને નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદલ સામે વિરોધ નોંધાવતા મસ્જિદ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમના દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું નથી. જોતજોતામાં ગણતરીના સમયમાં મોટી સંખ્યામાં લોકો મસ્જિદની બહાર પહોંચી જતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને ત્યાંથી લોકોને વિખેરી દેવામાં આવ્યા હતા. આ પછી પોલીસે મસ્જિદની બહારની સ્થિતિ કાબૂમાં લઈ લધી હોવાનું પણ જણાવ્યું છે.
કાનપુરમાં 144ની કલમ લાગુ
ઉત્તરપ્રદેશના કાનપુરમાં પોલીસે ગુરુવારે જણાવ્યું હતું કે, શુક્રવારની નમાઝ પહેલા આખા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી છે, જેથી ચારથી વધુ લોકો એકઠા થવા પર રોક લગાવવામાં આવી છે.