Abtak Media Google News

તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેને લઇ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમા તેઓએ મહત્વની જાણકારી આપી હતી. “તલાટી કમ મંત્રીનું એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.”

જાણો કેવી રીતે જોઇ શકાય

તલાટી કમ મંત્રીના ઉમેદવારો આ વેબસાઇટ (https://gpssb.gujarat.gov.in/) પર ક્લિક કરીને સમગ્ર માહિતી મેળવી શકશે. જેમાં તેઓએ તારીખ 3 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલ એડિશનલ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જોવા મળશે.

શું છે આ લિસ્ટમાં?

ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.07/05/2023ના રોજ યોજવામાં આવેલ હતી. જેનું 6th એડીશનલ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ તા.02-09-2024ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેમાં સમાવિષ્ટ કુલ 06 ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન ઓનલાઇન ચકાસણી કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ હોઈ, આ 6th એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે આપ ઉપર આપેલ લીંક પર ક્લિક કરીને માહિતી મેળવી શકશો.

ત્યારે ટ્વીટ હાલ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષા આપતા યુવાનોમાં વાયરલ થઇ રહ્યુ છે. જેમાં વિવિધ યુવાનોએ તેમા રિપ્લાય કરતા હસમુખ પટેલનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.