અમદાવાદમાં 68 કેસ પોઝિટિવ સાથે રાહત: રાજકોટ અને મોરબીમાં પણ સંક્રમણ ઘટયું

ગુજરાતમાં ગઈકાલે કોરોના સંક્રમણમાં હાશકારો અનુભવાયો છે. ગઈકાલે રાજ્ય પરમાર કોવિડ નો ગ્રાફ ડાઉન થતાં વધુ 231લોકો સંક્રમિત થયા છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે વધુ 68 લોકોના ટેસ્ટિંગ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટ અને મોરબીમાં પણ સંક્રમણ ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં છેલ્લા ગઇ કાલે વધુ 231 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમા 68 કેસ તેમજ વડોદરા કોર્પોરેશનમાં 27 સુરત કોર્પોરેશનમાં 22 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં 23 અને સાબરકાંઠામાં 14 ભરૂચમાં 13 મોરબીમાં 11 કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર 4 બનાસકાંઠામાં 3 અને પંચમહાલમાં 3 કેસ નોંધાયા છે. મોરબીમાં પણ ગઈકાલે વધુ 11 લોકોના કેસ પોઝિટિવ આવ્યા હતા.

તો બીજી તરફ રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંક 2214 પર પહોચ્યો છે. તેમાં 11 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેઓને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે કોરોનાના 349 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે.

કોરોનાથી રક્ષણ મેળવવા માટે લોકોએ ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન, વૃદ્ધ લોકો માટે તેમના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તમામ પ્રકારની હોસ્પિટલોમાં ડોક્ટરો અને દર્દીઓ તેમજ કર્મચારીઓએ માસ્ક પહેરવું જરૂરી છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે બધાએ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જોઈએ. ઉધરસ અથવા છીંક આવે તો તમારા મોઢાને સાફ રૂમાલ અથવા ટિશ્યુ પેપરથી ઢાંકવું જોઈએ. એડવાઇઝરી અનુસાર તમારા હાથને વારંવાર ધોવા અને સેનિટાઇઝ કરવા જોઈએ.જાહેર સ્થળોએ થૂંકવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ. એડવાઇઝરીમાં જણાવ્યા મુજબ જો તમને કોરોના વાયરસ અથવા ફ્લૂના પ્રારંભિક લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ પોતાનો ટેસ્ટ કરાવો. જો તમે ફ્લૂથી પીડિત છો અથવા કોરોનાના કોઈ લક્ષણો છે, તો અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.