સરકારી કચેરીઓમાં આજથી 100 ટકા સ્ટાફ સાથે કાર્યરત થઈ ગઈ છે. કોરોના કાબૂમાં આવતા અને કેસોમાં ઘટાડો થતા આજથી કલેકટર કચેરી સહિત રાજયની તમામ સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ પુરૂ થઇ ગયું છે. હવે 50 ટકાને બદલે 100 ટકા સરકારી કર્મચારીઓની હાજરી ફરજીયાત બનાવાઇ છે.
દોઢ મહિનાથી 50 ટકા સરકારી કર્મચારીઓ ઘરે બેઠા વર્ક કરી રહ્યા હતા, તે તમામને હાજર થવા આદેશો કરાયા છે. આ અંગે GAD ના ACS કમલ દયાનીએ પરિપત્ર પણ જાહેર કરી દિધો છે.દરમિયાન આજથી મોન્સુન અંગે કલેકટર ડીઝાસ્ટર કચેરી સહિત તમામ મામલતદાર કચેરીમાં વરસાદના કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયા છે, હવે જયાં વરસાદ પડયો હશે તેના દરરોજ આંકડા જાહેર કરાશે.આ ઉપરાંત સિંચાઇના કન્ટ્રોલ રૂમમાં પણ ધમધમાટ શરૂ થયો છે, વાયરલેસ સેટ તૈનાત કરી દેવાયા છે, ડેમો અંગે કાર્યવાહી શરૂ થઇ છે.