પ્રદુષિત શહેરોની યાદીમાં સૌથી વધુ મહારાષ્ટ્રના
રાજધાની દિલ્હી સહિત દેશના ૧૦૦ શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ અધિક છે. સરકારે પ્રદૂષણ નિવારણ માટે એક એકશન પ્લાન તૈયાર કર્યો છે. જે મુજબ આગામી ૩ વર્ષમાં ૩૫ ટકા અને ૫ વર્ષમાં ૫૦ ટકા પ્રદૂષણનો સફાયો કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.
આ પ્રોગ્રામને નેશનલ કલીન એર પ્રોગ્રામ એવું નામ આપવામાં આવ્યું છે. જેને પર્યાવરણ મંત્રાલય હેન્ડલ કરશે. આ પ્રોગ્રામમાં કેન્દ્ર અને રાજયો કદમી કદમ મિલાવી કામ કરશે. કેમ કે, સરકારને નિર્ધારીત સમયમાં ચોક્કસ લક્ષ્યાંક સો પ્રદૂષણનો સફાયો કરવાનો છે.
સરકારે ૧૦૦ પ્રદૂષિત શહેરોની તૈયાર કરેલી યાદીમાં મુંબઈ, પુના, નાગપુર, લખનૌ, કાનપુર, વારાણસી, ચંદીગઢ, કોલકત્તા તા અન્ય શહેરો છે. આ યાદીમાં ૧૦૦થી વધુ શહેરોમાં મહારાષ્ટ્રના ૧૭ છે. ત્યારબાદ ઉત્તરપ્રદેશના ૧૫, પંજાબના ૮ હિમાચલના ૭, ઓરીસ્સાના ૬ અને મધ્યપ્રદેશ, આંધ્ર, આસામ તેમજ રાજસનનાં ૫-૫ શહેરો છે.
આપણે ગુજરાતીઓએ ગર્વ લેવા જેવી વાત એ છે કે, ૧૦૦ પ્રદૂષિત શહેરોની યાદીમાં ગુજરાતનું એક પણ શહેર ની. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ અન્ય શહેરોની સરખામણીમાં સૌથી અધિક છે. અહીં વધુને વધુ વૃક્ષો ઉગાડીને તેને ગ્રીન કવર અપાશે. આ યોજનામાં સફળતા મળશે એટલેઅન્ય શહેરોને પણ ગ્રીન કવર અપાશે. તેના માટે ૨૦૨૧ થી ૨૦૩૦ સુધીમાં ૧૦૦૦ કરોડ પ્લાન્ટ દેશભરના વિવિધ ભાગોમાં રોપાશે.