૮ રાજયોની ૫૯ બેઠકો ઉપર વડાપ્રધાન મોદી સહિતના ઉમેદવારોના ભાવિ માટે મતદારો કાલે મતદાન કરશે
વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં ૧૭મી લોકસભાના નિર્માણ માટે યોજાઈ રહેલી ચૂંટણીનો સાતમો અને અંતિમ તબકકો આવતીકાલે યોજાનારો છે તે પહેલા ગઈકાલે સાંજે પ્રચારના અંતિમ દિવસે મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોએ છેલ્લી ઘડી સુધી પ્રચારનો ધમદમાટ ચલાવ્યો હતો જે શુક્રવાર સાંજે ૩૮ દિવસના લાંબા પ્રચાર કાર્યક્રમોનો અંત આવ્યો હતો. સાતમાં તબકકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની બેઠક સહિત આઠ રાજયોની બેઠકોપર ૧૯મીએ રવિવાર મતદાન થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ પુન:સતા પર નિશ્ર્ચિત પણે આવશે તેવા આશાવાદ સાથે પ્રચારના અંતમાં ૨૦૧૪થી પણ વધારે બેઠકો મેળવીને કેન્દ્રમાં જનાધાર મેળવવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. સામા પક્ષે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષ ગઠ્ઠબંધન સાતે મળીને સરકાર રચે તેવી ભવિષ્યવાણી કરી છે. ગઈકાલ સાંજ સુધી ચાલેલા પ્રચાર યુધ્ધમાં રાજકીય નેતાઓએ હરિફો પર આકરા રાજકીય પ્રહારો કરવામાં કશું જ બાકી રાખ્યું નહતુ. ચૂંટણી પંચે અનેક નેતાઓને વાણી વિલાસ અને તીખા તેવર અંગે વારંવાર ચેતવણી આપવી પડી હતી.
રવિવારે ૧૯મીએ યોજાનારા અંતિમ તબકકામાં પંજાબ અને ઉત્તરપ્રદેશની ૧૩ બેઠકો, પ.બંગાળની ૮ બેઠકો, બિહાર અને મધ્યપ્રદેશની ૪-૪ બેઠકો, હિમાચલ પ્રદેશની ૩ બેઠકો, ઝારખંડ અને છતીસગઢની ૧-૧ બેઠક પર મતદાન થનારૂ છે. ચૂંટણી પંચ દ્વારા પ.બંગાળમાં ગૂરૂવારે એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દેવામાં આવ્યો હતો. ભાજપ અને તૃણમુલ કાર્યકરો વચ્ચે અમિતશાહના રોડશો દરમિયાન કોલકતામાં થયેલી હિંસાના પગલે ચૂંટણી પંચે પ્રચાર વહેલો બંધ કરાવી દીધો હતો. મતદાન બાદ પૂર્ણ થયાબાદ એકઝીટ પોલ આવવાની શ‚આત થઈ જશે વિશ્ર્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયાની મતગણતરી ૨૩મીએ થનારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકાર પરિષદમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો. કે દેશની રાજકીય તવારીખમાં કદાચ એવું પ્રથમવાર બનવા જઈ રહ્યું છે કે પાંચ વર્ષ સુધી સત્તામાં રહેનાર સંસ્કારના સકારાત્મક કામોથી તે ફરીથી પૂર્ણ બહૂમતી સાથે સરકાર રચશે. અમિત શાહ સાથે સંયુકત રીતે યોજેલી પરિષદમાં તેમણે કહ્યું હતુ કે ૨૦૧૪માં ભાજપે ૨૮૨ બેઠકો અને એનડીએ ગઠબંધન સાથે ૩૩૭નો આંકડો પાર કર્યો જેમાં આ ચૂંટણીમાં ભારે વધારાની આશા વ્યકત કરી હતી. મોદીએ જોકે પક્ષની શિસ્ત સંબંધે પ્રશ્નોવાબમાં આપ્યો ન હતો.
ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે અમીત શાહ પછી વડાપ્રધાને પત્રકારો સામે ઉપસ્થિત રહી તમામને ચોંકાવી દીધા હતા શાહે રજૂ કરેલા રિપોર્ટ કાર્ડ જેવા અહેવાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા ભાજપ પૂર્ણ બહુમતી સરકાર રચશે. અને ૩૦૦થી વધુ બેઠકો મેળવશે તેવો સંકલ્પ વ્યકત કર્યો હતો. બીજી તરફ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે સપા, બસપના, ટીડીપી ભાજપને ટેકો નહિ આપે અત્યારે તમામ વિપક્ષ એક થઈને નવી સરકાર રચશે તેવા સંકેતો મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતુ કે તેમના પક્ષની રણનીતિ મુજબ નરેન્દ્ર મોદીને છટકવાના તમામ દરવાજાઓ વ્યવસ્થિત રીતે બંધ કરવામાં આવી રહ્યા છે. નેવું ટકા દરવાજા અમે બંધ કરી દેશે.
રાહુલે વડાપ્રધાનની અંતિમ પત્રકાર પરિષદ અંગે પણ ટોણો માર્યો હતો. રાહુલે કોંગ્રેસના કાર્યાલય ખાતે પત્રકાર પરિદ યોજીને જણાવ્યું હતુ કે વડાપ્રધાન જાહેર ચર્ચાનો પડકાર કેમ ન ઉપાડયો? કોંગ્રેસ વિપક્ષોની સાથે રહીને સરકાર રચશે પ્રચારના છેલ્લા દિવસે બસપા પ્રમુખ માયાવતીએ બસપા, સપા અને આરએસડીનો ગઠબંધન ઉત્તર પ્રદેશમાંથી યોગી આદિત્યનાથ અને કેન્દ્રમાંથી મોદી સરકારને ઘર ભેગી કરશષ તેમ અંતે જાહેરસભામા જણાવ્યું હતુ.
વડાપ્રધાન મોદી અને શાહે દેશભરમાં રોડ શો અને સભાઓનાં ઝંઝાવાત સર્જી ને ભાજપ તરફે માહોલ ઉભો કર્યો હતો. સામાપક્ષે કોંગ્રેસે રાહૂલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરાની આગેવાનીમાં મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. રાયબરેલી અને અમેઠીના કોંગ્રેસના પરંપરાગત ગણાતી બેઠકો પર ભાજપે પ્રયાસ કર્યો હતો સ્મૃતિ ઈરાદીને મેદાનમાં ઉતારીને ટકકર આપવાનો રાહુલે અમેઠી સાતે વાયનાડની બેઠક પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પ્રચારના છેલ્લા દિવસે પ્રિયંકાએ મોદીને કલાકાર તરીકે વર્ણવી તેના કરતા તો બોલીવુડના અમિતાભ બચ્ચનને વડાપ્રધાન બનાવવા સારા તેવો વ્યંગ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ સર્જીકલ અને એર સ્ટ્રાઈકને પ્રચારનો મુખ્ય મુદો બનાવી મતદારોને કોંગ્રેસ સામે ઓલ આઉટ અભિયાનની અપીલ કરી હતી રાહુલ ગાંધીએ ખેડુતોના દેવા માફી રાફેલ કૌભાંડ અને મોદી પર પ્રહારો સાથે ચૂંટણી પ્રચાર કર્યો હતો. આવતીકાલે રવિવારે અંતિમ તબકકાના મતદાન બાદ ૨૩મીએ આવનારા પરિણામો દેશના નવા વડાપ્રધાન કોણ બનશે તે લોકો સામે સ્પષ્ટ થઈ જશે.