નો પોલિટિક્સ પ્લીઝ…
ગુજરાતમાં સિંહ સલામત છે: સાવજોની બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રક્રિયા માટે તમામ સ્તરનું વ્યવસ્થાપન ગોઠવાયું
સાવજોનું સંરક્ષણ ગુજરાતના લોકોની લાગણી સાથે જોડાયેલો વિષય છે. ત્યારે સિંહોને મોત મામલે રાજકારણ ખેલવામાં ન આવે તેવી લોકલાગણી છે. દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ સિંહોને ગુજરાત બહાર નહી મોકલાય તેવી ધરપત આપતા લોકો હાશકારો અનુભવી રહ્યાં છે.
જૂનાગઢના ભવનામાં ભારતી બાપુના આશ્રમમાં એક પ્રશિક્ષણ વર્ગના કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ હાજરી આપી હતી. આ તકે તેમણે ગીરમાં વિવિધ બિમારીને કારણે યેલ ૨૩ સિંહોના મૃત્યુ સંદર્ભે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગીરના સિંહોનું સ્થળાંતર કરવામાં આવશે નહીં, ગુજરાતમાં સિંહ સલામત છે. સરકારની આવી કોઈ જ યોજના નથી. તો સાથે જ ગીર અને તેની આસપાસના વિસ્તારમાં વસતા સિંહોમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના ડોક્ટરોની મદદ લેવાઇ છે. તેમજ બિમાર સિંહો માટે અમેરિકાથી ૫૦૦ વેક્સિન પણ આપી દેવામાં આવી છે.
હાલ સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. તેમના તમામ રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાથી ચિંતાનો કોઇ વિષય નથી. ગીર અને તેની આસપાસના વિસ્તારમાં વસતા સિંહોમાં બિમારી અંગે ઉચ્ચ કક્ષાના નિષ્ણાંતોની મદદથી સર્વેક્ષણ હાથ ધરાયું છે. સિંહના લોહીના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે. ભવિષ્યમાં સિંહમાં બિમારી અંગે ઝડપથી નિદાન અને સારવાર પ્રકીયા થાય તે માટે તમામ સ્તરનું વ્યવસપન ગોઠવાઇ રહ્યું છે. ગુજરાતમાં સિંહ સલામત છે અને તેનું સ્થળાંતર નહીં થાય.
સિંહોના મોત અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકાર સિંહના રક્ષણ માટે કટીબદ્ધ છે. સિંહની ચિંતા કરીને તાબડતોબ અમેરીકાથી વેક્સિન પણ મગાવાઈ છે. વન વિભાગના અધિકારીઓ, તબીબો અને ભારત સરકારના સંકલનમાં રહીને તમામ સ્તરની કામગીરી ચાલી રહી છે. ગીરમાં સિંહના સ્વાસ્થ્યને લઇને પરિસ્થિતી નિયંત્રણમાં છે.
ઇકો સેન્સેટીવ ઝોનમાં વધારો કરવા અહેમદ પટેલનો પી.એમ મોદીને પત્ર
પ્રવાસન અને વન્ય જીવ સંરક્ષણ વચ્ચે સમતુલન જાળવવું જરૂરી: અહેમદ પટેલ
રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં ૨૩ અને બે વર્ષમાં ૧૮૦ જેટલા સિંહો મૃત્યુ પામ્યા હોવા અંગે આકરા પ્રહારો કરતા કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે વડાપ્રધાનને એક પત્ર લખી જણાવ્યું છે કે, આવી ચિંતાજનક સ્થિતિમાં સરકારને કઈ જ સુઝતું નથી. તેમણે પર્યાવરણ અને વનવિભાગ દ્વારા ઇકો-સેન્સેટિવ ઝોનમાં ૧૦ કિલોમીટરનો વધારો કરવા માટેની માંગણી પણ પત્રમાં કરી છે. ગંભીર ઘટના માટે સરકારનો ગેરવહિવટ જવાબદાર હોવાનું જણાવતા તેમણે ગીરના જંગલોમાં ઈકો સેન્સેટિવ ઝોન દસ કિલોમીટર વધારવા કહ્યું છે. હાલમાં ઈકો સેંસેટિવ ઝોન માત્ર ૦.૫ કિલોમીટર જ હોવાનું જણાવતા તેમણે કહ્યું છે કે, પ્રવાસન અને વન્યજીવ સંરક્ષણ વચ્ચે સમતુલન જાળવવું જરૂરી છે.