ગુરૂવારે નવા માત્ર 14 કેસ નોંધાયા જેની સામે 20 દર્દીઓ સાજા થયા
ગુજરાતમાં છેલ્લા બે માસથી કોરોનાના પ્રકોપમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. ગત 25મી ફેબ્રુઆરીના રોજ રાજયમાં મોટાભાગના કોવિડ પ્રોટોકોલ ઉઠાવી લેવામાં આવ્યા છે. દરમિયાન ગુરૂવાર રાજયમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા હતાજેની સામે 20 દર્દીઓ સાજા થઈ જતા લાંબા અંતરાળ બાદ એકિટવ કેસનો આંક હવે ડબલ ડિજિટમાં પહોચી જતા સરકાર સાથે જનતાએ પણ મોટી રાહત અનુભવી છે.
ગુરૂવારે પણ રાજયમાં કોરોનાથી એકપણ દર્દીઓનું અવસાન થયું ન હતુ.
રાજયમાં ગુરૂવારે કોરોનાના નવા 14 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં આઠ કેસ, વડોદરા શહેરમાં બે કેસ, સુરતમાં બે કેસ, દાહોદ અને ખેડા જિલ્લામા એક એક નવા કેસ નોંધાયા હતા જેની સામે 20 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહેતા રાજયમાં કોરોનાના એકિટવ કેસનોઆંક ત્રિપલ ડિજિટમાંથી ડબલ ડિજિટમાં આવી ગયો છે. હાલ રાજયમાં કોરોનાના માત્ર 99 એકિટવ કેસ છે. જે પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી અત્યાર સુધીમાં 12,13,263 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. કોરોનાથી 10943 દર્દીઓના મોત થયા છે.
રાજયમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજય સરકાર સાથે જનતાએ પણ મોટી રાહત અનુભવી છે. લાંબા અંતરાળ બાદ એકિટવ કેસ ડબલ ડિજિટમાં આવી ગયો છે. જે પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી જે સૌથીમોટી વાત છે.
કોરોનાના ડબલ ડિજિટના કેસથી જ આજે હવે કયાંક લોકોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.