ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે
રાજકોટ સ્થિત ફસલવાડી ખાતે પ્રખ્યાત અને લોકશાહી તો રંગીલા યુવા ગ્રુપ દ્વારા હસન વાડીકા રાજા નામેરી ગણેશજીની સ્થાપના કરીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.દર વર્ષની જેમ આ વર્ષે 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કરશે જેમાં વિશેષ કાર્યક્રમ પણ રાખેલા છે તારીખ 31 8 થી તારીખ 9/9/2022 સુધી તમામ કાર્યક્રમો યોજાનાર છે.
જેમાં 31/08 બુધવારના રોજ ગણેશજીનું સામૈંયું કરવામાં આવશે તેમજ રંગીલા મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તન કરવામાં આવશે, તેમજ વિવિધ કાર્યક્રમો અંતર્ગત ચૂંટણી કાર્ડનો કેમ્પ, આયુષ્યમાન કાર્ડ અને શ્રમ કાર્ડનો કેમ્પ તથા અલગ અલગ વાનગીઓ બનાવવાની સ્પર્ધા સત્યનારાયણની કથા, બુસ્ટર ડોઝ નો કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ તથા મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે.
તા.31/08ના રોજ ગણેશજીનું સામૈંયુ, 01/09 ચૂંટણી કાર્ડ કેમ તેમજ કેક કાપીને ગણેશ જન્મોત્સવ ની ઉજવણી, તા.3/9 ના રોજ તેમજ બાળકો માટે રમતગમત સ્પર્ધાનું આયોજન, 05/09 ના રોજ 56 ભોગ નું આયોજન અને વિવિધ વાનગીઓ બનાવવાની સ્પર્ધા તેમજ તારીખ 6 9 ના રોજ સત્યનારાયણ ની કથા તેમ જ આયુષ્યમાન કાર્ડનો કેમ અને તા. 8/ 9 ના રોજ સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે.
તા.09/09 ના શુક્રવારના રોજ ગણેશ વિસર્જન મુહૂર્ત મુજબ રાખેલ છે.રંગીલા યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવના આયોજનમાં મહા આરતીમાં હજારો ભાવિકો લાભ લેશે તેમ જ સાથે સાથે બાળકો અને ભાઈઓ બહેનો માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.
રંગીલા યુવા ગ્રુપના કાનાભાઈ ડાભી એ ગણેશ મહોત્સવનું સંપૂર્ણ આયોજન કરેલ છે તેમજ આયોજનના ભાગરૂપે અને આયોજકો તેમજ સહભાગીઓ અને ઉપપ્રમુખ અંકુરભાઈ મનાણી તેમજ મંત્રી ભાર્ગવભાઈ ટાંક અને મહામંત્રી અજયભાઈ સીતાપરા, દિનુબાપુ ગોસાઈ, સંજયભાઈ ગોહિલ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે.