હસ્તાક્ષર, સાઇન કે સિગ્નેચર સમય સમય પર બદલાઇ શકે છે. કેટલાક વર્ષ પહેલા તમે જે રીતે સિગ્નેચર કરતા હશો તે સમય જતા બદલાઇ શકે છે. આવામાં મુશ્કેલીઓ આવી શકે છે તો ચાલો જાણીએ આવી મુશ્કેલી નિવારવા તમે શુ કરશો.
સમસ્યા (મુશ્કેલી) :-
જો તમારી સિગ્નેચર સાચી ન થાય તો મોટી મુશ્કેલી ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનમાં આવી શકે છે. તેમજ સિગ્નેચર બદલાઇ જાય તો મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ કે સેવિંગ સ્કીમના રિડેમ્પશનમાં પણ મુશ્કેલી આવી શકે છે.
સમાધાન (ઉકેલ) :-
સમયની સાથે-સાથે સિગ્નેચર બદલાય છે એ સ્વભાવિક છે જો તમે સિગ્નેચર ભૂલી જાઓ તો એવામાં તમે ગભરાશો નહી તેનો પણ એક રસ્તો છે.
– એક બેંકરની પાસે એકાઉન્ટ હોલ્ડરની સિગ્નેચર અટેસ્ટ પાસે જઇ તમારી તાજેતરની સિગ્નેચર અટેસ્ટ કરાવીને તેની એક કોપી પાનકાર્ડ સંબંધિત જગ્યા જમા કરાવી લો. આમ કરવાથી તમારા તાજેતરની સિગ્નેચર અટેસ્ટ થઇ જશે.
લગ્ન પછી :-
– ઘણા લોકોના લગ્ન પછી નામ બદલાઇ જતા હોય છે. જેમ કે લતા કુમારીમાંથી લતા દેવી.
– આવી સ્થિતિમાં પણ તમે બેંકર પાસે જઇને સિગ્નેચર અટેસ્ટ કરાવી શકો છો.
બસ આટલી વાત ધ્યાનમાં રાખો
– બેંક અધિકારીએ તમારી પાસેથી ઓળખના પુરાવા અને સપોર્ટિગ ડોક્યુમેન્ટ્સ માગશે ત્યાર બાદ તમારો સિગ્નેચર વેલિડ થઇ જશે.