મંકીપોક્સનો તાંડવ સમગ્ર વિશ્વમાં ચાલુ છે. આ રોગ ધીમે ધીમે વિશ્વના ઘણા દેશોમાં ફેલાવા લાગ્યો છે. ભારતમાં જ આવા કિસ્સાઓ સામે આવ્યા છે. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે તકેદારી અને જાગૃતિ બંને જરૂરી છે. ખાસ કરીને બાળકોના કિસ્સામાં વધુ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે આ રોગ તેમને ઝડપથી શિકાર બનાવે છે. બાળકોમાં તેના લક્ષણો આ રીતે જાણો.
આખી દુનિયામાં ફેલાઈ રહેલી આ બીમારીએ હવે ભારતમાં પણ દસ્તક આપી છે. આવી સ્થિતિમાં આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. 1970 માં માનવોમાં Mpox પ્રથમ વખત નોંધવામાં આવ્યું હતું. આ એક વાયરલ ચેપ છે. જે સ્મોલ પોક્સ વાયરસ પરિવારના વાયરસને કારણે થાય છે. આજકાલ, તે Mpox ના ક્લેડ વેરિઅન્ટને કારણે ફરી ફેલાઈ રહ્યો છે. ક્લેડ વેરિયન્ટના બે પ્રકાર પણ છે, ક્લેડ I અને ક્લેડ II.
મંકીપોક્સ વાયરસના સંપર્કમાં આવ્યાના ત્રણ અઠવાડિયા પછી લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. હાથ, પગ, છાતી, મોં પર ફોલ્લીઓ જોઇ શકાય છે. આ ફોલ્લીઓ ફોલ્લા અથવા પિમ્પલ્સના રૂપમાં પણ દેખાઈ શકે છે. ખંજવાળ અથવા દુખાવો પણ શક્ય છે. મંકીપોક્સ ચેપ પુખ્ત વયના તેમજ બાળકોમાં જોઇ શકાય છે. તો ચાલો જાણીએ બાળકોમાં આ રોગના લક્ષણો અને તેનાથી બચવાની રીત વિશે.
બાળકોમાં Mpox કેવી રીતે ફેલાય છે?
આ રોગ લોકોમાં ઘણી રીતે ફેલાઈ શકે છે. બાળકો વિશે વાત કરીએ તો, નબળી રોગપ્રતિકારક શક્તિના લીધે બાળકો સરળતાથી આ રોગનો શિકાર બને છે. આ સિવાય નીચેના કારણોસર પણ તે બાળકોમાં ફેલાઈ શકે છે.
- ત્વચા પર ફોલ્લીઓના સંપર્કમાં આવવા પર
- ચેપગ્રસ્ત વસ્તુઓ જેમ કે કપડાં, ગંદા વાસણો વગેરેમાંથી પણ ફેલાઈ છે
- ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા ઉધરસના લીધે
- ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવ્યા પછી
- સગર્ભા સ્ત્રીઓ પણ આ ચેપ તેમના બાળકને પસાર કરી શકે છે.
- તે ચેપગ્રસ્ત માતા-પિતા, સંભાળ રાખનારાઓ અથવા પરિવારના અન્ય સભ્યો સાથે બેસીને રમવાથી પણ ફેલાય છે.
બાળકોમાં મંકીપોક્સના લક્ષણો
- ત્વચા પર ફોલ્લીઓ
- તાવ
- ગળામાં દુખાવો
- માથાનો દુખાવો
- શરીરનો દુખાવો
- પીઠનો દુખાવો
- ઓછી એનર્જી
MPOXથી બાળકોને કેવી રીતે બચાવવા
રોગ વિશે જાગૃત રહો, લક્ષણોને સમજો અને તમારી આસપાસના ચેપના ફેલાવા પર નજર રાખો. જો કોઈને મંકીપોક્સ થયો હોય, તો તેની સાથે કોઈપણ પ્રકારનો સામાન શેર કરશો નહીં અને આવા લોકોથી બને તેટલું અંતર રાખો. તેમજ બાળકોને સાથે સાબુ કે હેન્ડવોશથી વારંવાર હાથ ધોવાની ટેવ પાડો.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.