રાજયમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. આવારા તત્વો બેફામ બનીને મનફાવે તેમ કરવા લાગ્યા છે ત્યારે કેશોદમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં સરકારી હોસ્પિટલ સામે મારામારીની ઘટના બની છે જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ત્યારે આ આવારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કડક માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના કેશોદની છે જ્યાં સરકારી હોસ્પિટલ સામે ટોળાનો આતંક સામે આવ્યો છે. આતંક મચાવવા ટોળાએ મેડિકલનો સાઇન બોર્ડ ઉઠાવી કરી સામસામે મારામારી કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ટોળાના આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે તેઓ સામ સામે મારામારી કરી રહ્યા છે આ ઘટનાને લઈને સ્થાનીકોમાં ભયનો માહોલ ફેલાયો છે ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે ટોળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ ઉઠી છે.