લગ્ન સિઝન નજીક આવી રહી છે તેમાં પણ આપણે ગુજરાતી તો ભઇ લ્હેરીલા લાલ હો, ખાવા પીવાની વાતમાં તો કોઇને પહોંચવા જ ન દે. પરંતુ ક્યારેક તહેવારોની ખુશી અને લોકોના આગ્રહથી આપણે સ્વાસ્થ્યનો ખ્યાલ રાખ્યા વિના જ ખાઇ લેતા હોય છીએ માટે ડાયેટ એક્સપર્ટ મુતક્કા વશિષ્ઠ જણાવે છે. એવી ટિપ્સ જે તમને ખૂબ જ લાભદાયી થશે.

– લીંબુપાણીમાં (ખાંડ વગરનુ) થોડુ મધ અને ચપટીભરી હળદર મિક્સ કરીને પીવું, આ મિશ્રણને સવારે પીવાથી હજમ થવાની તકલીફોથી તમને રાહત મળશે.

– વધુ પ્રમાણમાં ફળોનું સેવન કરવું, પરંતુ ભોજન લેવાને એક કલાક પહેલા જ ખાવું જમ્યા પછી ફળો ખાવાથી કોઇ પ્રકારનો ફાયદો થતો નથી, આ ઉપરાંત કાપેલા ફળોને વધુ સમય ન સાંચવી રાખો…

– રોજ ગ્રીન-ટી પીવું, દિવસમાં ૨ વખત ગ્રીન-ટીમાં અડધી ચમચી તજનો પાવડર નાખીને પિવાથી ડાયાબિટીઝ પણ કંટ્રોલ થાય છે.

– છાશ અને લસ્સી પણ પાચન માટે શ્રેષ્ઠ ઉપાય છે. જો તમે ફળોના જ્યુસ પિવાનું પસંદ કરતા હોય તો તાજા જ્યુસ પિવાનો આગ્રહ રાખો…

– એક્સરસાઇઝ, યોગ, ધ્યાન, કરવાનો આગ્રહ રાખવો દિવસભરમાં ઓછામાં ઓછુ ૧૦ હજાર કદમ રોજ ચાલવું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.