શોશ્યલ મિડિયા પર થોડા દિવસોથી રાધેમાં બનેલી કિરણ યાદવનો વિડિયો વાયરલ થયો છે. આ ૨૨ સેક્ધડના વિડિયોમાં તે ‘રાધે માં ’ના ગેટઅપમાં એક ભોજપુરી ગીત પર ધૂમ મચાવી રહી છે. આ કિરણ યાદવ નામની મહિલા બિહારમાં રહે છે પરંતુ તે મૂળ દિલ્હીની છે તે પોતાના વિડિયોમાં સનાતન ધર્મની જય અને તેને પ્રોત્સાહન આપવાની વાત કરી રહી છે. ફેસબુક પર કિરણના ફોલોઅર્સ ૧૦ લાખથી પણ વધારે છે. થોડા જ સમયમાં ફેન ફોલોઇંગનો વધારો થતા આ ફેસબુક એકાઉન્ટ દરેક લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
દરેક પ્રકારના મુદ્દા પર તેણે ફેસબુક પર પેસ્ટ કર્યુ છે. પછી તે મામલો પ્રધાનમંત્રીનો વિદેશ પ્રવાસનો હોય કે પછી જીએસટી લાગુ થયાનો કે નોટબંધીનો હોય. દરેક મુદ્ા પર તે પોસ્ટ કરે છે તેની મોટાભાગની પોસ્ટ હિન્દીમાં હોય છે. તેની પોસ્ટમાં ઘણી બધી ભૂલો પણ હોય છે. અને હજારોની સંખ્યામાં તેને લાઇક્સ પણ મળે છે. તે કોઇ સામાજીક કાર્યકર્તા નથી કે કોઇ સેલિબ્રિટિ નથી. તો પણ દુનિયાની સૌથી મોટી સોશ્યલ સાઇટ પર લોકો તેના દિવાના છે.