૧૩ રાજયોની ટીમ વચ્ચે ખરાખરીનો જંગ મણીપૂરમ રનર્સઅપ
શહેરનાં રેસકોર્ષ ફૂટબોલ મેદાન ખાતે છેલ્લા દસ દિવસથી છવાયેલો ફૂટબોલ ફીવર વચ્ચે ડો. બી.બી.રોય જૂનિયર નેશનલ ફૂટબોલ ચેમ્પીયનશીપનો ફાઈનલ મેચ હરિયાણા અને મણીપૂરમ વચ્ચે રમાયો હતો. જેમાં મણીપૂરમને ૦-૧થી માત આપી હરિયાણા ચેમ્પીયન બન્યું હતુ.
શહેરના રેસકોર્ષનાં ફૂટબોલ મેદાન ખાતે જૂનીયર નેશનલ ફૂટબોલ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૧૩ રાજયોની ટીમ વચ્ચે પ્રથમલીગ રાઉન્ડ રમાયા બાદ ફાઈનલમાં ફેવરીટ મણીપૂરમ અને હરિયાણાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ફાઈનલ મેચમાં બંને ટીમોએ પહેલા હાફમાં એકબીજાને ટકકર આપતા બંને ટીમો ગોલ કરવાથી વંચિત રહ્યા હતા.
જયારે બીજા હાફની શરૂઆતમાં હરિયાણાના ખેલાડીએ ૬૬મી મીનીટે ગોલ ફટકારતા મણીપૂરમ પર ૦-૧ની બઢતી મેળવી હતી. હરિયાણાની બઢત બાદ મણીપૂરમના ખેલાડીઓ પણ એટેક શરૂ કર્યો હતો. પરંતુ હરિયાણાના ખેલાડીઓએ મણીપૂરમના ખેલાડીઓની કારી ફાવવા દીધી ન હતી. આખરે રેફરીની અંતિમ વ્હીસલ સાથે હરિયાણાની ટીમે મેદાન પર જ જશ્ન મનાવાની શરૂઅત કરી દીધી હતી.
ફાઈનલ મેચના અંતે ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો.ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા ડી.વી. મહેતા, મૌલેશભાઈ ઉકાણી, સહિતના મહાનુભાવો હસ્તે ચેમ્પીયન અને રનરઅપને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે સીનીયર ખેલાડીઓ રેફરી, બોલબોયને પણ સન્માનીત કરવામાં આવ્યા હત