હરિયાણાનાં ઝજ્જરનાં રોહતક-રેવાડી હાઈવે પર સોમવારે ધુમ્મસને કારણે એક પછી એક આશરે 50 ગાડિઓ અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 7 લોકોનાં મોત થયા છે. આ દુર્ધટના બાદ હાઈવે પર આશરે 2 કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.
24 ડિસેમ્બર સોમવારે સવારે ઝજ્જરનાં બાદલી ફ્લાઈઓવર પર 2 ગાડીઓ અથડાતા તેણી પાછળ આવી રહેલી અનેક ગાડીઓ એક પછી એક અથડાઈ ગઈ હતી. દુર્ઘટનામાં 6 મહિલાઓ સહિત 7 લોકોનાં મોત થયા હતા. આ ઘટના બાદ હાઈવે પર ટ્રાફિક જામી ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.