શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનિષાબા વાળા સહિતની મહિલાઓએ જિલ્લા પંચાયત ચોકમાં પુતળા દહન કરી વિરોધ દર્શાવ્યો
ગત રવિવારે ભાજપના હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કોંગ્રેસ પક્ષની આલોચના કરવામાં આવતા. રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા વિરોધ દર્શાવી જિલ્લા પંચાયત ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચનાી શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનિષાબા વાળા અને મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા આજે જિલ્લા પંચાયત ચોક ખાતે પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગઈ તા.૧૩/૧૦ના રવિવારના હરિયાણાના ભાજપના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કોંગ્રેસ પક્ષની આલોચના કરી કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હોય જેની કડી નિંદા કરી મહિલા કોંગ્રેસ સમીતી દ્વારા વખોડી કાઢવામાં આવ્યું છે.
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ મનિષાબા વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર મહિલાની માન સન્માનની વાતો કરે, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકાર મહિલાને જાહેરમાં અપમાન કરે છે અને મહિલાઓનું અપમાન જાહેરમાં કરે. બળાત્કારમાં ભાજપ સરકારના ધારાસભ્યો, મહિલાઓને જાહેરમાં પાટા મારવા અપમાન કરવું. આ ભાજપ સરકાર તેના સત્તાના નશામાં મહિલાઓને જાહેરમાં ધુત્કારતી સરકાર જાહેરસભામાં સાબિત ઈ ગયું છે. એક તરફ ભાજપ દ્વારા બેટી બચાવોના નારાઓ સાથે પ્રચાર કરીને મોટી મોટી વાતો કરી રહી છે. ત્યારે પોતાના પક્ષના ધારાસભ્ય મહિલા વિષે જાહેરમાં પોતાના અંદર રહેલા સંસ્કાર દર્શાવી સાબિત કરે છે. ભાજપ સરકારમાં મહિલાઓ પ્રત્યે જરાય માન-સન્માન ની અને મહિલા સશક્તિકરણના નામે ફકત છેતરવાના કાર્ય કરવામાં આવે છે અને જાહેરમાં સભામાં આવી મહિલાઓ વિષે આવી અભદ્ર ટીપ્પણીઓ કરી સોનીયાજી નહિ પણ પુરા દેશની મહિલાનું અપમાન છે.