સૌ.યુનિ. ઈન્ટર કોલેજ ક્રિકેટટૂર્નામેન્ટ, ડો.યાજ્ઞીક ટ્રોફીનો આજે ફાઈનલ
ગોંડલની એમ.બી.કોલેજ મેદાન મારે તેવીશક્યતા: વિજેતા ટીમને ૨૫૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપી સન્માનીત કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટ ડો.યાજ્ઞીક ટ્રોફીનો આજે ફાઈનલ મુકાબલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રાજકોટની હરિવંદના કોલેજ અને ગોંડલની એમ.બી.એ. કોલેજ વચ્ચે રમાઈ રહ્યો છે. ગોંડલની એમ.બી.એ. કોલેજે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો છે અને ૧૦ ઓવરના અંતે ૧૩૦ રન પર ૩ વિકેટે એમ.બી.કોલેજના બેટ્સમેનો ધુંઆધાર બેટીંગ કરી રહ્યાં છે.
એચ.એન.શુકલ કોલેજના યજમાન પદહેઠળ ગત તા.૨૬ થી શરૂ થયેલ આંતર કોલેજ ટી-૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બે સેમી ફાઈનલમેચ રમાયા હતા જેમાં પહેલો મેચ હરિવંદના કોલેજ અને ક્રાઈસ્ટ કોલેજ વચ્ચે રમાયોહતો. હરિવંદના કોલેજની ટીમે ટોસ જીતી ૪ વિકેટે ૨૪૩ રન ફટકાયા હતા. જેની બીજી તરફક્રાઈસ્ટ કોલેજે માત્ર ૮૦ રનમાં ઓલ આઉટ થઈ જતાં હરિવંદના કોલેજનો વિજય થયો હતો.અન્ય એક સેમી ફાઈનલમાં ગીતાંજલી કોલેજ અને ગોંડલની એમ.બી.એ. કોલેજ વચ્ચે મેચ રમાયો હતો. ગીતાંજલી કોલેજે ટોચ જીતી પહેલા દાવમાં ૯૫ રન ફટકાયા હતા. જેના જવાબમાં ગોંડલની એમ.બી. કોલેજે માત્ર ૫ ઓવરમાં જ લક્ષ્યાંક પૂરો કરી જીત મેળવી લીધી હતી.
આજે બપોરે ૨ વાગ્યે હાઈ વોલ્ટેજ ફાઈનલ મુકાબલાનો પ્રારંભ થયો હતો જેમાં ગોંડલની એમ.બી. કોલેજે ટોસ જીતી પ્રથમ બેટીંગકરવાનું પસંદ કર્યું હતું અને મળતી માહિતી મુજબ લાઈવ સ્કોર ૧૦ ઓવર પર ૩ વિકેટે ૧૩૦રન ફટકારી દીધા છે. ૫ વાગ્યે મેચ પુરો થયા બાદ જ મેચનુ પરિણામ જાહેર થશે અનેવિજેતા ટીમને ૨૫૦૦૦ રોકડ પુરસ્કાર અને ટ્રોફીથી નવાજવામાં આવશે. તેમજ આવતીકાલથી બેદિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓપન ક્રિકેટ સીલેકશન રાખવામાં આવ્યું છે. જે ખેલાડી ઓસીલેકટ થશે તેને રાજય કક્ષાએ રમવા માટે મોકલવામાં આવશે.