જમીનમાં નહીં પણ વેલા પર બટાકા ઉગાડયા
બટાકાનું ઉત્૫ાદન જમીનની અંદર થાય છે. પરંતુ વેલા ઉપર બટાકાનું ઉત્પાદન થાય તે જાણી સૌને આશ્ર્ચર્ય થશે.પરંતુ આ શકય કરી બતાવ્યું છે જુનાગઢ જીલ્લાના કેશોદ તાલુકાના હરસુખભાઇ ડોબરીયાએ કેશોદમાં હરસુખભાઇ જૈન બટાકાનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે.
આ બટાકાની ખાસીયત છે કે એક વખત આ બટાકાનું વાવેતર કર્યા બાદ આ બટાકાનું ઉત્પાદન થતું જ રહે છે. ઓછા ખર્ચમાં આ બટાકાનું સારું ઉત્પાદન થાય છે. જૈન લોકો કંદમૂળ ખાતા નથી એટલે બટાકા તેમના માટે વર્જિત છે.. ત્યારે આ બટાકાનું ઉત્પાદન કરી હરસુખભાઇ દેશ-વિદેશમાં તેને મોકલી રહ્યા છે. ત્યારે તેઓએેઆ વર્ષ ૫૦૦ કિલો કરતાં વધારે બટેટાનું ઉત્પાદન કર્યુ છે. આ જૈન બટાકા આરોગ્ય વર્ધક છે તે લાંબા સમય સુધી બગડતા પણ નથી.