સામાન્ય રીતે મોટાભાગના યુવાનો શિક્ષિણ મેળવ્યા બાદ નોકરી અથવા વ્યવસાય કરવાનુ પસંદ કરતા હોય છે. એમાં પણ વિદેશમાં અભ્યાસ બાદ તો વિદેશમાં જ વસવાટ કરવાનુ પસંદ કરતા હોય છે. પરંતુ જામનગરના એક યુવાને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ પણ પ્રાકૃતિક ખેતીને અપનાવી યુવાનોને પ્રેરણા આપી છે. જામનગરમાં ત્રણ મોટા બ્રાસનો ઉઘોગના માલિક ગિરધર અકબરી જાણીતા ઉધોગપતિ છે. તેમણે પોતાના પુત્ર હર્ષિત અકબરીને લંડન અભ્યાસ કરાવ્યો હતો. ઉદ્યોગપતિ પિતાની ઈચ્છા હતી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ તેના ઉધોગને આગળ વધારે પરંતુ વિદેશ અભ્યાસ કર્યા બાદ હર્હીસ્ત અકબરીએ પ્રાકૃતિક ખેતીમાં રૂચિ હોવાથી ખેતીના વ્યવસાયને અપનાવ્યો છે.
કોઈ પણ દવા કે કેમિકલ્સ વગર શાકભાજીને વાવેતર કરીને સારી ગુણવતાના શાક લોકોના રસોડા સુધી આપવાનુ કામ શિક્ષિત યુવાન હર્ષિત અકબરી દ્રારા કરવામાં આવે છે. આ યુવાને વિદેશમાં અભ્યાસ બાદ વિદેશમાં વ્યવસાય અથવા વતનમાં બ્રાસનો ઉઘોગ સંભાળવાની તક હોવા છતા પ્રાકૃતિક ખેતીના વ્યવસાયને અપનાવ્યો હતો. આપણા કૃષિપ્રધાન દેશમાં યુવાનો પોતાના શિક્ષણ અને આવડતનો ખેતીના વ્યવસાયમાં ઉપયોગ કરે વધુ સફળતા મેળવી શકાય છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જામનગરમાં ત્રણ મોટા બ્રાસનો ઉઘોગના માલિક ગિરધર અકબરી જાણીતા ઉધોગપતિ છે. તેમણે પોતાના પુત્ર હષિત અકબરીને લંડન સ્થિત બૃનેલ યુનિવસિટીમાં એમએસસી એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સના વિષયમાં અભ્યાસ કરાવ્યો. ઉધોગપતિ પિતાની ઈચ્છા હતી. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ બાદ તેના ઉધોગને આગળ ધપાવે. પરંતુ વિદેશ અભ્યાસ કર્યા બાદ હષિત અકબરીએ પ્રાકૃતિક ખેતીમાં રૂચિ હોવાથી ખેતીનો વ્યવસાયને અપનાવ્યો. પરંપરાગત ખેતી નહી પરંતુ પ્રાકૃતિક ખેતી, જેમાં દવા, કેમિકલ્સ વગર ઓર્ગેનિક શાકભાજીનો વાવતેર કરીને તે લોકોના ઘર સુધી પહોચડવાનો નિર્ણય કર્યો. જામનગર નજીક પીપરટોડા ગામમાં આશરે 7 વિગા જમીનમાં ઓર્ગેનિક વેજીટેબલનુ વાવેતર શરૂ કર્યુ. છેલ્લા ત્રણ વર્ષથી શાકભાજીને વાવેતરથી લોકોના રસોડા સુધી પહોચડાવાનુ આયોજન થાય તે માટે ટીમ તૈયાર કરી લોકોને પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદાઓ અંગે જાગૃત કરવાનો સફળ પ્રયાસ કર્યો.
પરંપરાગત ખેતીને છોડીને પ્રાકૃતિ ખેતીને અપનાવી, જેનાથી ખેતઉત્પાદનની ગુણવતા સારી અસર જોવા મળી રહી છે. કોઈ પણ દવા કે કેમિકલ્સ વગર શાકભાજીને વાવેતર કરીને સારી ગુણવતાના શાક લોકોના રસોડા સુધી આપવાનુ કામ શિક્ષિત યુવાન દ્રારા કરવામાં આવે છે. વિદેશમાં અભ્યાસ બાદ વિદેશમાં વ્યવસાય અથવા વતનમાં બ્રાસનો ઉઘોગને સંભાળવાની તક હોવા છતા પ્રાકૃતિક ખેતીના વ્યવસાયને અપનાવ્યો. લોકોને સારૂ ગુણવતાસભર ખેતઉત્પાદન મળે તે હેતુથી વિદેશ અભ્યાસ બાદ પણ ખેતીને વ્યવસાયને યુવાને અપનાવ્યાો. કૃષિપ્રધાન દેશમાં યુવાનો પોતાના શિક્ષણ અને આવડતનો ખેતીના વ્યવસાયમાં ઉપયોગ કરે તો વધુ સફળતા મેળવી શકાય છે. હાલ પ્રાકૃતિક ખેતીને અપનાવી સારી આવક યુવાન મેળવી છે. અને યુવાનોને પ્રાકૃતિક ખેતી તરફ વળતા સંદેશ આપે છે.
અહેવાલ: સાગર સંઘાણી