બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે ઈ.સ. ૧૯૬૧માં મહાદીક્ષા લીધી હતી
કોઠારી સ્વામીજીની સાધુતા અને સરળતા સહુનો આદર્શ બની રહેશે : હરિપ્રસાદ સ્વામી
હરિધામ સોખડાના વરિષ્ઠતમ સંતવર્ય કોઠારી સ્વામીજી પૂજ્ય પુરુષોત્તમચરણદાસજીનુંઅક્ષરધામગમન તાં સંતો-ભક્તોમાં શોકની લાગણી વ્યાપી છે. કોઠારી સ્વામીજીએ સવારે ૯.૦૦ કલાકે ભગવતસ્મરણ કરતાં કરતાં અંતિમ શ્વાસ લીધા હતા.તેઓશ્રીની વય અઠયોતેર વર્ષની હતી.યોગી ડિવાઈન સોસાયટીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સો રહીને હરિધામ ર્તીક્ષેત્રનાં સર્જનમાં તેઓશ્રીએ અદ્વિતીય ભૂમિકા અદા કરી હતી. યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ અક્ષરનિવાસી કોઠારીસ્વામી સોનાં સંસ્મરણો વર્ણવીને તેમની સરળતા,સાધુતા, ભક્તિભાવ અને સુહૃદભાવને બેનમૂન ગણાવ્યા હતા. તેઓશ્રી ચીરકાળ સુધી સંતો-ભક્તો માટે આદર્શ બની રહેશે તેમ જણાવ્યું હતું. અક્ષરનિવાસી કોઠારી સ્વામીજી જેવાસદગુણો બક્ષિસમાં મળે તે માટે સહુએ ર્પ્રાના કરવાનું માર્ગદર્શન હરિપ્રસાદ સ્વામીજીએ આપ્યું હતું.હરિધામ-સોખડાના હરિઘાટમાં અક્ષરનિવાસી કોઠારીસ્વામીજીની સંપ્રદાયની પરંપરા પ્રમાણે અંત્યેષ્ટિકરવામાં આવી હતી. આ પ્રસંગે અનુપમ મિશનના અધ્યક્ષ પરમ પૂજ્ય જસભાઈસાહેબ, સાંકરદાના પરમ પૂજ્ય અક્ષરવિહારી સ્વામીજી, દિલ્હીના પરમ પૂજ્ય મુકુન્દજીવન સ્વામીજી, પવઈ મંદિરના પૂજ્ય ભરતભાઈ, પુજ્ય હેમંતભાઈ વસી, ગુણાતીત જ્યોત વિદ્યાનગરના વડીલો, આત્મીય સમાજના વિવિધ પ્રદેશોના કાર્યકર્તાઓ સહીતસેંકડો હરિભક્તો વગેરેએ ખાસ ઉપસ્તિ રહીને સજળનેત્રે ભાવાંજલિ અર્પણ કરી હતી. આ સમયે યોજાયેલી ગુણાનુવાદ સભામાં પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, પ.પૂ. જસભાઈ સાહેબ, પ.પૂ. અક્ષર્વિહારી સ્વામી સહિતના સહુએઅક્ષરનિવાસી કોઠારી સ્વામીજી સોનાં સંસ્મરણો તાજાં કરીને ગુણાનુવાદ કર્યા હતાં.હરિધામ મંદિરના કોઠારી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રવક્તા પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના જણાવ્યા અનુસાર અ.નિ. પુરુષોત્તમચરણદાસજીએ ઈ.સ. ૧૯૬૧માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાસે એકવીસ વર્ષની વયે ગઢડા ખાતે મહાદીક્ષા ગ્રહણ કરી હતી અને સંતજીવનમાં રહીને અંતિમ શ્વાસ સુધી સતત છપ્પન વર્ષ અધ્યાત્મિક અને સામાજિક સેવામાં રત રહ્યા હતા. સૌરાષ્ટ્રના માણાવદરનાદેવશીભાઈ અને રૂડીબેન રતનપરાના પુત્ર એવા કુરજીભાઈએ એફ.વાય. બી.એસ.સી સુધી અભ્યાસ કર્યો હતો. ગુરુહરિ યોગીજી મહારાજે સંતદીક્ષા આપ્યા બાદ તેમને સાધુ પુરુષોત્તમચરણદાસ નામ આપ્યું હતું. સંતદીક્ષા બાદ તેઓને દાદર અક્ષરમંદિરમાં ઉતારા વિભાગના સ્ટોરની સેવા સોંપવામાં આવી હતી. ત્યારી તેઓ કોઠારી સ્વામી તરીકે ઓળખાતા હતા.ઈ.સ. ૧૯૬૬થી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી સો સોખડા આવીને વસ્યા હતા. હરિધામ-સોખડાનાં સર્જન અને આ ર્તીક્ષેત્ર દ્વારા યોજાતી સર્વે પ્રવૃત્તિમાં તેમનું અનેરૂ યોગદાન રહ્યું હતું. અધ્યાત્મિક રીતે તેઓ હરિધામ-સોખડા સો સંલગ્ન આત્મીય સમાજ માટે માવતર બની રહ્યા હતા. સંતો-ભક્તોના સામાજિક-વ્યવહારિક-અધ્યાત્મિક સમસ્યાઓના સમાધાનમાં તેઓ ભક્તિપૂર્ણ હૃદયી સક્રિય રહેતા અને એક માવતર બાળકની સુશ્રુષા કરે તે પ્રકારે ભક્તિ કરતા હતા. પરમ પૂજ્ય કોઠારી સ્વામી પુરુષોત્તમચરણ દાસજીના અક્ષરવાસી વિશ્વભરના સત્સંગ સમુદાયમાં ગમગીની વ્યાપી ગઈ હતી. યોગી ડિવાઈન સોસાયટીનાં દેશ-વિદેશ સ્તિ તમામ કેન્દ્રોમાં અખંડધૂન યોજીને ભક્તોએ શ્રધ્ધાંજલિ ર્પ્રાના કરી હતી.