શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે આઈસોલેશન વોર્ડમાં ઓકિસજનની સુવિધા શરૂ કરાવી
વિસાવદર ભેંસાણના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા દંપતિ કોરોનાગ્રસ્તોની વહારે આવ્યું છે.તેઓએ શૈક્ષણીક સંકુલ માંડાવડ ખાતે આઈસોલેશન વોર્ડમાં ઓકિસજનની સુવિધા શરૂ કરાવી છે. કોરોના કાળમાં વિસાવદર ભેંસાણ તાલુકાના ધારાસભ્ય હષેદભાઈ રીબડીયાની 24 કલાક ઈમરજન્સી સેવાઓની સાથે આજે તેમના ધમે પત્ની નિશાબેન હષેદભાઈ રીબડીયા પતિના સેવાકીય પગલાઓ ના પંથે તેમજ સંતાનો પણ પિતાના પદચિહ્નો પર ચાલતા હોય એમ વિસ્તારમાં ઓકિસજન ને કારણે લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર તથા કમેવીર સમિતિ વિસાવદર સંચાલિત આઈસોલેશન સેન્ટર ખાતે દસ જમ્બો સાઈઝ ના ઓકિસજન સિલીન્ડર દાનમાં આપેલ હતા.જેની કિંમત આશરે 165000 થાય છે.
જૂનાગઢ જીલ્લામાં દર્દીઓ ના ધસારાને લીધે ત્યાં વિસાવદર ભેસાણ તાલુકાના લોકો માટે અહિ ઓકિસજન બેડની સુવિધાઓ નો પ્રારંભ કરવામાં આવે અને લોકોના સ્વજનોને આવી મહામારીમાંથી ઉગારવા નિશાબેન હષેદભાઈ રીબડીયા એ કરેલી આ પ્રવૃત્તિ પ્રશંસાને પાત્ર છે.
વિસાવદરની જનતા નિશાબેન ના સેવાકીય કાર્યોમાં યોગદાનથી પણ ખૂબ જ પરીચિત છે. જે ગત્ લોકડાઉન વખતે રીબડીયા પરિવાર તરફથી પોતાની બચતમૂડી સાત લાખ જેવી માતબર રકમ જે જ્ઞાન સપ્તાહ માટે રાખેલ હતી તે અન્નક્ષેત્ર શરૂ કરેલ હતું તેમાં સમગ્ર મૂડી દાન પેટે ભૂખ્યાઓ,લાચાર અને નિરાધાર લોકોને ભોજન સેવા માટે યોગદાન કરેલી, ધારાસભ્યશ્રી હષેદભાઈ રીબડીયાની લોકહિતની સેવાકીય પ્રવૃતિઓ મા નિશાબેન હંમેશા એક પ્રેરણાદાયી ભૂમિકા ભજવે છે. સંસ્થા વતી કમેવીર સમિતિ વિસાવદર ના મનિષભાઇ ગોધાણી,મોહિત ભાઈ માલવિયા તથા આશિષભાઈ રંગાણી, વિરેન્દ્ર રીબડીયા, મેહુલ સતાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.