વિસાવદરમાં કોંગ્રેસના નવનિયુકત સરપંચોનો સત્કાર સમારોહ યોજાયો
ભેંસાણ તાલુકા કોંગ્રેસમાંથી કોઇ ઉમેદવાર ટીકીટની માંગણી નહીં કરે: મોવલીયા
વિસાવદર તા.વિસાવદર માં કોંગ્રેસ પ્રેરિતચૂંટાયેલા સરપંચો તથા તેમની ટીમનો સત્કાર સમારંભ પટેલ સમાજ વાડી વિસાવદર ખાતે યોજવામાં આવેલ હતો જેમાં તાલુકા ભરમાંથી ચૂંટાયેલા સરપંચો તથા તેમની ટીમના સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહેલા હતા જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા,ધારાસભ્ય હર્ષદ ભાઈ રિબડીયા,વજુભાઇ મોવલિયા, વજુભાઈ સૈયાગર, કીર્તિભાઈ કામદાર,કરશનભાઇ વાડદોરીયા, નયનભાઈ જોશી, વલ્લભભાઈ દુધાત, કાંતિભાઈ ગજેરા, નાનજીભાઈ જોધાની,પુનાભાઈ, રવજીભાઈ સાવલીયા, અશ્વિનભાઈનિમા,નાથાભાઇ મહેતા,કાળુભાઇ ભાયાની, વાલજીભાઈ અમીપરા, ભરતભાઇ વિરડીયા,ભરતભાઈ અમીપરા, તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અરવિંદભાઈ મહેતા, પુનાભાઈ, ખીમજીભાઈ, દલપતભાઈ, રાવણી સિટના હરસુખભાઈ,વિગેરે હાજર રહેલા તમામનું શાબ્દિક સ્વાગત શહેર કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ હતું તથા ભેસાણ યાર્ડના પ્રમુખ વજુભાઇ મોવલિયાએ તેમના પ્રવચનમાં 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે
તેમાં ભેસાણ તાલુકા કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર ટિકિટની માંગણી નહિ કરે માત્ર હર્ષદભાઈ રિબડીયા જ ધારાસભ્યના દાવેદાર રહેશે આપણે બધાએ તેમને ચૂટી કાઢવાના છે તેઓએ વાવાઝોડા પછી ખેડૂતોને થયેલ નુકશાની નું વળતર આપવા રજુઆત કરેલી તથા કોરોના કાળમાં લોકોની સેવા કરેલી તેમજ વિરોધ પક્ષમાં રહીને સરકાર પાસેથી કામ કેમ લેવું તેવી આવડત ધરાવતા આ લોકનેતાનું નામ સમગ્ર ગુજરાતમાં ગાજે છે જેને બીજા કરતા ત્રણ ઘણા રોડ રસ્તાના કામ મંજુર કરાવેલ છે
તેવું પોતાના વક્તવ્યમાં જણાવેલ હતુંજ્યારે હર્ષદભાઈ રિબડીયાએ હાજર રહેલા તમામ આગેવાનો નું સ્વાગત કરતા જણાવેલ કે હું ચૂંટાયેલા તમામ સરપંચોના ઘરે ઘરે જઈ તેમનું સન્માન કરું છુ મેં ચાલીસ કરોડને બદલે 150કરોડના કામો રોડ રસ્તા માટે મંજુર કરાવેલ છે તથા દરેક સરપંચો નારેગાની ગ્રાન્ટમાંથી સિમ તળના રસ્તા બનાવે અને તે માટે સરકારમાં રજુઆત કરે તેવી પણ માગણી કરેલ હતીસીમના રસ્તા માટે મેટલ કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ વપરાય તે માટે મંજુરી મળે તે માટે હું રજૂઆત કરીશ
તમામ સરપંચોને પોતાના ગામના ગરીબ લોકો માટે 100 ચોરસ વારના પ્લોટ માટે માંગણી કરવા જણાવેલ હતુંતથા તમામ ગામના સરપંચને પોતાના ગામના યુવાધનને બચાવવા માટે દારૂનું દુષણ દૂર કરવા આગળ આવવા વિનતી કરેલ હતી.આ તકે 45થી વધારે જેટલા સરપંચો તથા તેમની ટીમના સદસ્યોને આવકારી તેમનું સન્માન કરવામાં આવેલ હતુંઆ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયાએ હાજર રહેલા તમામ વ્યક્તિઓનો આભાર માનેલ અને પ્રજાના કામો કરવા અપીલ કરેલ હતી.