હજારો કરોડના કૌભાંડને ૨૫-૨૫ વર્ષ વિત્યા બાદ સુનાવણીનો અંત
માર્કેટમાં હર્ષદ મહેતા કૌભાંડને ૨૫-૨૫ વર્ષો વિત્યા બાદ હવે ચાર પૂર્વ બેંકરોને જેલનાં સળીયા પાછળ ધકેલવાની કામગીરી કરવામાં તંત્રને સફળતા મળી છે.
કરોડો ‚પીયાના કૌભાડમાં ૨૧ વર્ષથી ચાલતી સુનાવણીનો ગઈકાલે અંત આવ્યો છે. જેમાં સીબીઆઈ ન્યાયાધીશ હેમંત મહાજને ચારેય પૂર્વ બેંકરોને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.
સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના પૂર્વ ફંડ મેનેજર એમએસ શ્રીનિવાસન, યુકો બેંકનાં પૂર્વ આસીસ્ટન્ટ મેનેજર વિનાયક દીઓસ્થલી, સીનીયર મેનેજર પી.એ. કારયાનીસ તથા એસબીઆઈની સુરક્ષા વીંગ સાથે સંકળાયેલા એ.સીતારામને કોર્ટે કસૂરવાર જાહેર કર્યા છે. આ તમામને ન્યાયાધીશા દ્વારા ત્રણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
વર્ષો પહેલા આચરવામાં આવેલા કૌભાંડમાં ખોદયો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવી પરિસ્થિતિની જોવા મળી છે. ઘણા લોકો બેહાલ રહ્યા છે. જયારે અમુકને મામુલી સજા થઈ છે. એકંદરે બહોળા, બહુચર્ચિત કૌભાંડ ઉપર શાંતિથી પડદો પાડી દેવામાં આવ્યો છે.